Saturday, May 11, 2024
HomeGujaratહળવદમાં ઘરને કલર કરવાની જગ્યાએ મકાનમાલીકને ચુનો લગાવતા શખ્સ વિરુદ્ધ પગલાં લેવા...

હળવદમાં ઘરને કલર કરવાની જગ્યાએ મકાનમાલીકને ચુનો લગાવતા શખ્સ વિરુદ્ધ પગલાં લેવા અરજી કરવામાં આવી

હળવદમાં એક અનોખો અને લોકો એ પણ જાગૃત થઈને આવા લેભાગુ તત્વોથી બચવા જેવો કિસ્સો સામે આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

જેમાં હળવદના સરા રોડ પર ગીરનારી નગરમાં રહેતા પાર્થભાઈ અનિલભાઈ માનસેતા એ હળવદ પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે કે તેમના ઘરે કલરકામ કરાવવાનું હોવાથી ગત તા ૦૫/૦૬ ના રોજથી ભરત ગોસાઈ નામના વ્યક્તિ સાથે રૂ.૧૬,૫૦૦ માં નક્કી કરેલ અને બાદમાં કલરકામ કરતા ભરતભાઇ ગોસાઈ એ હળવડમાં જ દુકાન ધરાવતા જેમનું નામ પણ ભરતભાઇ છે તેમની પાસેથી કલરકમ નો માલ લેવાનું શરૂ કર્યું હતું અને એ મકનમાલિક ના ખાતામાં રૂ. ૪૩૦૦૦ નો માલ ઉધારી પર લેવામાં આવ્યો હતો અને આ રીતે માલ તો ઠીક છે જરૂરીયાત મુજબ લેતા હોય છે.

પરંતુ હદ તો ત્યાં થઈ ગઈ કે એ કલરકામ કરતો વ્યક્તિ રોજ રાત્રે મકાનમાલિક પાર્થભાઈ ના નામે માલ લઈને પોતાના ઘરે જતો રહેતો હતો અને ડબ્બામાં રહેલ કલર ઘરે ખાલી કરી ને તેમાં પાણી ભરીને સવારે આવતો હતો! જેથી કામ કરાવતા માલિક જાગૃત ગ્રાહક હોય ડબ્બા નું શીલ તૂટેલ જોતા તેઓએ ડબ્બો ચેક કરતા તેમાં પાણી જોવા મળ્યું હતું જેથી કલરકામ કરતા મજુર ભરતભાઇ ગોસાઈ એ એવું જણાવ્યું હતું કે એ તો સીધો દુકાને થી અહીં લઈ આવ્યો છે જે બાદ અરજદાર પાર્થભાઈ એ દુકાન માલિક પાસે મજૂરને સાથે કઈ જઈને આ બાબતે પૂછતાં તેઓએ હકીકત જણાવી હતી કે ‘આ માલ તમારો મજૂર રાત્રીના લઈને ઘરે જાય છે બાદમાં સવારે તમારે ત્યાં આવે છે’ આટલું સાંભળતા જ મજૂર ભરત ગોસાઈ અરજદારને ધકો મારીને નાસી છૂટ્યો હતો અને અરજદાર પાસેથી રૂ. ૫૦૦૦ નો ઉપાડ પણ લઈ ગયો હતો જેથી અરજદારને પોતે છેતરાયા હોવાનો એહસાસ થતા તેઓએ હળવદ પોલીસને આ મજૂર પર કાયદેસરના પગલાં લેવા અરજી કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!