જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીએ ગોળીબાર કરીને નિર્દોષ લોકોના મોત નિપજાવ્યા હતા. જેને લઈને સમગ્ર દેશમાં માહોલ આતંકવાદીઓ પ્રત્યે રોષ ફેલાયો છે. બીજી તરફ બાંગ્લાદેશીઓ છુપી રીતે ઘૂસણખોરી કરીને ગુજરાતના વિવિધ શહેરમાં વસવાટ કરતા હોય છે. ઘણા લોકો અહીંયા રહીને ગેરકાયદે પ્રવૃત્તિ પણ કરે છે.
તેને લઈને રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની સૂચના અનુસાર રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તેમજ મોરબી જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા પોલીસ એક્શનમાં આવી ગઈ છે જેને અનુસંધાને ટંકારા પોલીસ સ્ટેશન પીઆઇ કે એમ છાસિયા સહિતની પોલીસ ટિમ દ્વારા પરપ્રાંતીયોની વસાહત ધરાવતા અનેક રહેણાંક વિસ્તારોમાં તેમજ વિવિધ ફેક્ટરીઓ ધંધા સ્થાન પર સઘન તપાસ હાથ ધરવામાં આવી છે અને શંકાસ્પદ ઇસમોના દસ્તાવેજી પુરાવાઓ ની ખરાઇ કરી ચકાસવામાં આવી રહ્યા છે.