અરજી સાથે એક પણ ઓથોરિટી હેઠળના પુરાવા ન આપી શહિદ વન અને સ્મારક સાથે સરકારી ખરાબો લખી ભુમાફિયા વિરૂદ્ધ નામ ઠામ જગ્યા વિના બંધોબંધ હાલવા પાછળ નું કારણ શું? શહેરમાં ટોપ ઓફ ધ ટાઉન બનેલા બનાવમાં અનેક સવાલો ઉભા થયા.તો બિલ્ડરો દ્વારા બાંધકામ મંજૂરી બતાવવા ગલાતલા શા માટે?
ટંકારા શહેરના લતિપર રોડ ઉપર નવ નિર્મિત કોર્ટ બિલ્ડીંગ સામે સરકારી ખરાબમાં ભુમાફિયા દ્વારા બિલ્ડીંગ બનાવવા તથા શહિદ વન અને શહિદ સ્મારક તોડી પાડયાની લેખિત રજૂઆત રમેશ ભવાનભાઈ ભુભરીયા એ ઉચ્ચ કક્ષાએ કરતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે. આ અંગે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે અરજદાર દ્વારા કરવામાં આવેલા આરોપમાં અરજી સાથે લગત આરોપ અંગે કોઈ સરકારી દસ્તાવેજી પુરાવા રજુ કર્યા નથી ઉપરાંત નવીકોર્ટ બિલ્ડીંગ સામે અરજદાર દ્વારા કરવામાં આવેલા આક્ષેપોની વાત કરી તો મેરી મિટીં મેરા દેશ કાર્યક્રમ અને પુર રક્ષક દિવાલ વાળી જગ્યા અને વોકળો છે અને આથમણી બાજુ ખાનગી માલિકીની બિન ખેતીની જમીન છે જ્યા તપાસ કરતા આ ખાનગી જગ્યાએ બાંધકામ ચાલી રહ્યું છે જ્યા અરજીમાં જણાવ્યું છે કે મેરી મિટીં મેરા દેશ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો તો ખાનગી જગ્યાએ સરકારી કાર્યક્રમ કેમ થયો? શું અહી થઈ રહેલું ખાનગી બાંધકામની મંજૂરી લેવામાં આવી છે? સહિતના પશ્ર્નો હાલ ઉભા થયા છે.
આ અંગે કોંગ્રેસના જીલ્લા સંગઠન સાથે જોડાયેલા રમેશ રબારીનો ટેલિફોનિક સંપર્ક કરી આક્ષેપો અંગે જરૂરી આધાર વિશે વાત કરતા જણાવ્યું હતું કે હાલે તપાસ કામે તંત્રને લેખિતમાં નિવેદન સ્વરૂપે પુરાવા આપવાના છે નું જણાવ્યું હતું ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે અરજદાર દ્વારા અરજી સાથે પ્રાથમિક પુરાવા ન આપી વાટાઘાટ નો રસ્તો ખુલ્લો રાખ્યો હતો કે શુ? શહેરમાં ટોક ઓફ ધ ટાઉન મુજબ અરજદાર ને આટી છોડી ઓફર આપી હોવાની વાત વહેતી થઈ એમા હકીકત કેટલી? અરજદાર ને રાજકીય આગેવાનો દ્વારા વાટાઘાટો માટે પ્રયાસ થયાની ચર્ચા ની હકીકત શું? સહિતના અનેક સવાલો વચ્ચે બિલ્ડર લોબીનો સંપર્ક કરતા બાંધકામ મંજૂરી આપવા ગલ્લા તલ્લાં કર્યા હતા
ત્યારે આ તમામ ધટના ક્રમ વચ્ચે શહેરના આડેધડ ખડકાયેલ દબાણ અને ખરાબામા ખડકી દિધેલ બાંધકામ સામે ધા ભેગો ઘસરકો કાઢવા જાગૃત નાગરિકો ચર્ચા કરી રહ્યા છે.માત્ર નોટિસ આપી હાસકારો અનુભવતું તંત્ર બુલડોઝર લઈ યોગ્ય કરે તેવી માંગ ઉઠી છે અને આ થયેલા આક્ષેપોનુ શું પરિણામ આવે છે તેના ઉપર સૌની નજર છે.