Wednesday, December 25, 2024
HomeGujaratવલસાડ જિલ્લામાં બુટલેગરો તેમજ જુગારીઓ પર કડક કાર્યવાહી કરનાર IPS રાજદીપસિંહ ઝાલા...

વલસાડ જિલ્લામાં બુટલેગરો તેમજ જુગારીઓ પર કડક કાર્યવાહી કરનાર IPS રાજદીપસિંહ ઝાલા દાહોદ એસપી તરીકે મુકાયા

ગુજરાત સરકારે મોડી સાંજે 70 જેટલા આઈપીએસ અધિકારીઓની સાગમટે બદલીઓ કરતાં આ બદલીઓના દોરમાં પંચમહાલ રેન્જ આઇ.જી ચિરાગ કોરડીયા, પોલીસ અધિક્ષક બલરામ મીણા, તેમજ નવનિયુક્ત એસ.પી જગદીશ બાંગરવાની બદલી કરવામાં આવી છે.ઉપરોક્ત અધિકારીઓની બદલી થતાં 2002માં દાહોદમાં ડીવાયએસપી તરીકે ફરજ બજાવનાર રાજેન્દ્ર અસારીની પંચમહાલ રેન્જ આઇ.જી.તરીકે બદલી કરી છે. જયારે વલસાડ જિલ્લામાં બુટલેગરો તેમજ જુગાર ચલાવનાર ગેમ્બલરોને જડમૂળમાંથી ઉખેડનાર રાજદીપસિંહ ઝાલાને દાહોદ એસપી તરીકે નિયુક્ત કરાયા છે. જ્યારે ASP તરીકે કે સિદ્ધાર્થ ની પહેલાથી જ નિમુણક કરી દેવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

વલસાડ જિલ્લામાં બુટલેગરો તેમજ જુગાર ચલાવનાર ગેમ્બલરોના સ્ટ્રોંગ નેટવર્કને નેસ્તનાબૂદ કરી છેલ્લા ત્રણ વર્ષથી દારૂ જુગાર ઉપર સદંતર અંકુશ રાખવામાં સફળ રહેનાર વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલાની દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે બદલી થતા બુટલેગરોમાં સન્નાટો પ્રસરી જવા પામ્યો છે.
જોકે છેલ્લા દાહોદ જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી દારૂ જુગારના અડ્ડાઓ પર સ્ટેટ મોનીટરિંગ સેલની ટીમ દ્વારા ઉપરા છાપરી દરોડા પડતા હોવા છતાં સ્થાનિક પોલીસ તથા એલસીબીના અધિકારીઓના પેટનુ પાણી પણ હલતુ નહી હોઈ આવા ભ્રષ્ટ અધિકારીઓની શાન ઠેકાણે લાવવા અને દાહોદ જિલ્લાને દારૂ જુગારની બદીમાંથી મુક્ત કરાવવા સરકારે વલસાડમાં બુટલેગરોને નવ નેજા પાણી લાવનાર પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલાને મૂક્યા હોવાની ચર્ચાઓ જોરશોરથી ઉઠવા પામી છે.અત્રે ઉલ્લેખનીય છે કે દાહોદ જિલ્લામાં વીતેલા કેટલાક દિવસોમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અનેક વિદેશી દારૂ તેમજ જુગારની હાટડીઓ ઉપર દરોડો પાડ્યા હતા.જેની નોંધ સરકારમાં ગંભીર રીતે પડી હતી. જેના પગલે આજે બદલીઓના દોરમાં સતત ત્રણ વર્ષ સુધી વલસાડ જિલ્લાને દારૂ જુગારના વ્યસનમાંથી મુક્ત રાખી બુટલેગર તેમજ જુગારીયાઓને નેસ્તનાબૂદ કરનાર 2012 ની બેચના વલસાડ એસ.પી તરીકે ફરજ બજાવતા રાજદીપસિંહ ઝાલાની દાહોદ જીલ્લા ખાતે નિમણૂક કરવામાં આવી છે. જેથી હવે દાહોદમા મધ્યપ્રદેશ તેમજ રાજસ્થાનના સરહદી વિસ્તારોમાંથી વિદેશી દારૂ ગુજરાતમાં ઠાલવનાર બુટલેગરો ઉપર ચોક્કસપણે અંકુશ આવશે તેવી જીલ્લાના નાગરીકોને હાલના તબક્કે આશા બંધાણી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!