મોરબીમાં છેલ્લા કેટલાક સમયથી ઇસકી ટોપી ઉસકે સર અને ઉસકી ટોપી ઈસકે સર કરવાની પ્રથા ચાલી રહી છે મોરબીમાં અફવાઓનું બજાર એટલું ગરમ છે કે તેને સાંભળીને જ દાઝી જવાય છે એટલું જ નહીં આ અફવાઓ અને એક બીજાને એક બીજા સાથે ની ખોટી વાતો કરી અમુક ચોક્કસ લોકો સક્રિય છે જો કે વાતો ગમે તેની ગમે તે કરી શકે એ લોકતાંત્રિક અધિકાર છે પરંતુ જેની પાસે આવા લોકો વાતો કરે છે એમાં કેટલું તથ્ય છે એ શ્રોતાઓ જાણવું ખૂબ જરૂરી છે.નાના એવા મુદ્દા થી શરુ થયેલ ચર્ચા મહાકાય મુદ્દો બની જાય છે જો કે આવા મુદ્દા મામલે બજારમાં કોઈ તથ્ય હોત્તું નથી ત્યારે વાતો સાંભળી તેને વેરીફાઈ કરવું મોરબીમાં હાલ ખૂબ જ જરૂરી બની ગયું છે.કોણ ક્યારે કોના વિશે કંઈ ચર્ચા કરે છે એ સમજવું મુશ્કેલ બની જાય છે.
આવો જ એક મુદ્દો બજારમાં જોરશોર થી ચાલે છે જેમાં મોરબીના માળિયા મી. તાલુકામાં અમુક ચોક્કસ લોકો જુગારધામ શરૂ કરી અને કમાણી કરવાની પેરવી માં છે હવે મોરબી ક્રાઇમ બ્રાન્ચ,માળિયાં મી પોલીસ સુધી આવી વાતો પહોંચી છે કે કેમ એ તો અંદર ની વાત છે પણ માળિયા મી.તાલુકો છેવાડાના ગામો થી ઘેરાયેલો છે જેથી ત્યાં ધ્યાન રાખવા માટે પૂરતી પોલીસ પણ નથી 47 ગામો નો માળિયા મી.તાલુકા પોલીસ બિચારી ક્યાં ક્યાં પહોંચે એ પણ મોટો સવાલ છે જેનો લાભ લઈ અમુક અવાર તત્ત્વો લાભ લે છે અને પોતે અધિકારીઓ પાસે મોટી મોટી વાતો કરી આવા ગોરખ ધંધા કરવા દેવા માટે જેમ તેમ કરી હા પણ પડાવી દેતા હોય તેવું ભૂતકાળમાં જોવા મળ્યું છે પરંતુ અધિકારીઓએ એ ખાસ વિચારવું જોઈએ કે આવા તત્ત્વો ને પોતાની સામે બેસાડી ક્યાંક પોતાની ઈમેજ ને તો નુકશાન નથી કરતા ને ? ખેર એ તો સમય બતાવશે પણ હાલ મોરબીના આવા છેવાડાના તાલુકામાં ખાસ પોલીસ ડીપાર્ટમેન્ટ એ ધ્યાન રાખી આવા તત્વોથી દુરી રાખવી જોઈએ એ અત્યંત જરૂરી છે.હાલ આ તત્વો પેટ્રોલપંપ ની આડમાં બાયોડીઝલ નાં ધંધા કરતા હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે એટલું જ નહિ ભૂતકાળમાં પણ એક જમીન કોભાંડમાં આ ટુકડીના અમુક સભ્યો ના નામ ગુંજ્યા છે જેમાં અમુક જમીનો અને સર્વે નંબર ની જમીનો તો કલિયર થયા બાદ તેના નામે કરાવવી વહેંચાણ દસ્તાવેજ પણ કરાવી લીધા છે ખેર આ તો સમય આવ્યે સત્ય બહાર આવશે પરંતુ આવા તત્વો થી અધિકારીઓ અને નેતાઓએ ખાસ ચેતવાની જરૂર છે.
મોરબીના દબંગ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા એ અધિકારીઓને પોતાની જાણ બહાર આવા તત્વોને મહત્વ ન આપવા આપી સૂચના
આ માટે મોરબીના દબંગ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા એ પણ આવા તત્ત્વો કે જે ભાજપ કે સંગઠન ના નામે ચરી ખાય છે તેને પોતાની જાણ બહાર કોઈ કામ માં દખલ અંદાજી નાં કરે તે માટે ખાસ ટેલીફોનીક સૂચના આપી છે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ મોરબીના લોકોને શાંતિ અને સ્વચ્છતા મળે એ માટે સતત પ્રત્નશીલ રહે છે ત્યારેબીજી બાજુ મોરબી ની જનતા માટે સતત પ્રયત્નશીલ રહેતા મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ને પણ તેના દ્વારા કડક અને તટસ્થ વલણ રાખી સત્ય ને મહત્વ આપતા મોરબી મીરર ની ટીમ બિરદાવી રહી છે આવા તત્વોને પણ અમુક અધિકારીઓએ પોતાના નામ અને હોદાનો દુરૂપયોગ ના કરે એ માટે તેનાથી દુર રહેવાની મોરબી મીરર અપિલ કરી રહ્યું છે.
મોરબીની અમુક કચેરીઓ મોડી રાત્રીના સમયે ખુલતી હોવાની ચર્ચા : કેટલું તથ્ય તે માટે સીસીટીવી ની તપાસ જરૂરી
આ તત્વો મોરબીની અમુક રેવન્યુ કચેરીઓમાં અમુક અધિકારીઓ સાથે મળી કચેરીઓ ખોલી મોડી રાત્રીના પણ આંટા ફેરા કરતા હોવાની ચર્ચા મોરબીમાં જોરશોર થી ચાલી છે જો કે આ વાતમાં કેટલું તથ્ય છે એ તો મોરબી જીલ્લા કલેકટર ગત સપ્ટેમબર માસના રાત્રીના દસ વાગ્યા પછીના સરકારી કચેરીઓ બહાર લાગેલા સીસીટીવી કાઢે તો સત્ય બહાર શું છે એ ખ્યાલ આવે તેમ છે.
આવા તત્વો ને મોરબી મીરરનો પડકાર:ગુંડા મોકલો કે ખોટા કેસ કરાવો ગમે તે કરો સત્ય લખીશું જ
મોરબીમાં કોઈ વ્યક્તિઓ કે સંસ્થા કે પેઢી પાસેથી આવા તત્વોએ જો કોઈ વ્યક્તિઓને ખોટી લાલચ કે ફોસલાવી કોઈ કામ બહાને રૂપિયા લીધા હોય તો મોરબી મીરર ની ટીમ અને ચીફ એડિટર અતુલભાઈ જોશી નો સંપર્ક કરે અમે આપને કાયદાકીય થી લઇ તમામ રીતે મદદ કરીશું. સાથે સાથે આવા લોકોને પણ મોરબી મીરર દ્વારા આહવાન કરવામાં આવી રહ્યું છે કે અમે સમાચાર લખીશું એ અમારો બંધારણીય હકક છે સાથે સાથે આવા લોકોને ખુલ્લા પાડી તેના સિદ્ધાંતોની વાતોમાં કેટલું તથ્ય છે એ પણ પ્રજા અને સમાજ સમક્ષ મુકીશું આવા સમાચાર લખતા રોકવા માટે તમે ગુંડા મોકલો કે ખોટા કેસ કરાવો સત્ય ને પ્રકાશિત કરતા કોઈ રોકી શકશે નહિ તેના માટે અમે કોઈ પણ પરિસ્થિતિ નો સામનો કરવા ગઈકાલે પણ તૈયાર હતા અને આવનારા સમયમાં પણ તૈયાર છીએ કેમ કે કાચના મહેલમાં રહેનારા લોકો ખોટી વાતો અને અફવાઓ પર પોતાનું સામ્રાજ્ય ટકાવી રહ્યા છે જેના લીધે તેઓ બુદ્ધિજીવીઓમાં ક્યાંક હાસ્યને પાત્ર બન્યા છે ત્યારે મોરબી વાસીઓએ પણ આવા વ્યક્તિઓને ઓળખી લેવા જરૂરી છે.