ટંકારા તિર્થ ક્ષેત્રે પાર્શ્વનાથ દાદાના સાનિધ્યમાં ટંકારા સકલ સંધને ચાર દશકા બાદ ચાતુર્માસ કરાવવાનો યોગ પ્રાપ્ત થયો છે. રવિવારે શહેરના મુખ્ય માર્ગો ઉપર સામૈયા સ્વાગત સાથે શ્રી જૈન શ્ર્વે. તપગચ્છ સંધ ટંકારા ઉમળકાભેર આવકારમાં જોડાયો હતો.
શ્રી વાગડ સમુદાયના અધ્યાત્મયોગી ૫.પૂ.આ.ભ.શ્રી કલાપૂર્ણસૂરિજીમાસાના શિષ્યરત્ન ગચ્છાધિપતી આ.ભ.શ્રી કલ્પતરૂસૂરિજી માસાના આજ્ઞાવર્તિની પૂ.સા. શ્રી જ્યોતિદર્શનાશ્રીજી માસા, પૂ.સા.શ્રી જિનદર્શિતાશ્રીજી માસા, ૫.પૂ.આ.ભ.શ્રી કલ્પતરૂસૂરિજી માસાની આજ્ઞાથી તેમજ ૫.પૂ.આ.ભ.શ્રી હેમપ્રભસૂરિજી માસાની પ્રેરણાથી ટંકારા સકલ સંઘમાં આશરે ૪૫ વર્ષ બાદ ચાતુર્માસ માટે જૈન સંતોની પધરામણી થઈ હતી.
ટંકારા તિથ ક્ષેત્રે ૪ દશકા બાદ જૈન સાધુનો ચાતુમાર્સનો પ્રવેશ થયો છે. ટંકારા પાર્શ્વનાથ જૈન દેરાસર ખાતે સાધુનું ઉમકાભેળ સ્વાગત કરવામાં આવ્યું હતું. ચાતુર્માસના મુખ્ય લાભાર્થી પુન્યવંત પરિવાર પૂ. પંન્યાસ શ્રી વજ્રસેનવિજયજી મહારાજની દિવ્ય૨મૃતિ પૂ. આચાર્ય દેવ શ્રી મનમોહનસૂરીશ્વરજી મહારાજ પૂ. આચાર્ય દેવ શ્રી હેમપ્રભસૂરીશ્વરજી મહારાજની પ્રેરણાથી માતુશ્રી મણીબેન પરસોત્તમ પાનાચંદ મહેતા પરિવાર ટંકારા વાળા રહ્યા હતા. ચાતુર્માસ પ્રવેશ રવિવારે સવારે ૬:૩૦ વાગ્યે વાજતે ગાજતે સામૈયા સાથે મોટી સંખ્યામાં જૈન જૈનેતરો ઉમટયા હતા. અનંત આનંદ સાથે આધ્યાત્મિકતા માટે મથતાને અનેરો અવસર પ્રાપ્ત થયાની ઉજવણી આવકાર આપતા સમયે જોવા મળી હતી. ચાતુર્માસ પ્રવેશ બાદ સકલ સંધ નવકારશી યોજાઈ હતી