હળવદ એપીએમસી ખાતે રવિવારે બપોરના કિસાન મોરચા ગુજરાત પ્રદેશ આયોજિત હળવદ ધાંગધ્રા વિધાનસભા ની નમો કિસાન પંચાયત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જિલ્લા અને સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો અને આગેવાનો હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.
હળવદ એપીએમસી ખાતે યોજાયેલ કિસાન પંચાયત કાર્યક્રમમાં જિલ્લાના ઉપસ્થિત ભાજપના આગેવાનો હોદ્દેદારો અને ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા ખેડૂત લક્ષી વિવિધ કામગીરીથી માહીતગાર કરવામાં આવયા હતા. મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના ફોજદાર અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.હિલ માં ઉનાળો ચાલુ હોય કાયૅકમ હોલમાં યોજવામાં આવ્યો હતો.ગરમી અને બફારાના કારણે ચાલું કાયૅકમે ખેડુતો અને કરતા હોય એ ચાલતી પકડી હતી.
આ પ્રોગ્રામમાં ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના પ્રભારી તેમજ પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડિયા, મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ સિહોરા, મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી રણછોડભાઈ દલવાડી, એપીએમસીના ચેરમેન રણછોડભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, પ્રેદેશ કારોબારી સભ્ય રંજનીભાઈ સંધાણી, અજયભાઇ રાવલ, હળવદતાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા,તાલુકા ભાજપ પ્રમુખ વાસુદેવ ભાઈ પટેલ વલ્લભભાઈ પટેલ, સંદીપ પટેલ,રવી પટેલ, મેહુલ પટેલ.મોરબી અને સુરેન્દ્રનગર બંને જિલ્લાના આગેવાનોએ, હોદેદારો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.