Friday, January 10, 2025
HomeGujaratટંકારા તાલુકાના જબલપુર ગામે કડવા પાટીદાર સમાજ ભવનનુ રવિવારે લોકાર્પણ કરાશે

ટંકારા તાલુકાના જબલપુર ગામે કડવા પાટીદાર સમાજ ભવનનુ રવિવારે લોકાર્પણ કરાશે

સમસ્ત ગામ ધુવાણાબંધ જમણવાર સાથે અનેકવિધ કાર્યક્રમ યોજાશે

- Advertisement -
- Advertisement -

23 જુલાઈને રવિવારે જબલપુર ગામે કડવા પાટીદાર સમાજ વાડીનો લોકાર્પણ કાર્યક્રમ યોજાશે. કળશ યાત્રા વાજતે ગાજતે શોભાયાત્રા સ્વરૂપે નિકળી સમાજવાડી ખાતે પહોંચશે ત્યાર બાદ સાંજે ગાયત્રી યજ્ઞ યોજાશે. સમુહ ભોજન બાદ રાત્રે નાટકનું આયોજન કરવામાં આવ્યું છે.

ટંકારા તાલુકાના જબલપુર ગામજનોના સાથ અને સહકાર થકી જબલપુર કડવા પાટીદાર સમાજ ભવનનુ નિર્માણ પામેલ છે. આ સમાજ ભવનના લોકાર્પણ નિમિત્તે જબલપુર મુકામે અનેક વિધિ કાર્યક્રમનું ભવ્યાતી ભવ્ય આયોજન સંવત ૨૦૭૯ અધિક શ્રાવણ સુદ – ૫ ને રવિવાર તા. ૨૩-૭-૨૦૨૩ ના રોજ કરવામાં આવેલ છે.આ ભવ્યાતી ભવ્ય આયોજનમાં પધારવા જબલપુર વાસી ને ભાવભર્યુ સ્નેહ આમંત્રણ છે.

કાર્યક્રમની રૂપરેખા એવી રીતે છે કે કુંભ સ્થાપન બપોરે ૨-૦૦ કલાકે ગાયત્રી યજ્ઞ બપોરે ૩-૦૦ કલાકે મહા પ્રસાદ સાંજે ૬-૩૦ કલાકે મહા આરતી રાત્રે ૯-૦૦ કલાકે ત્યારબાદ જબલપુર યુવાનો દ્વારા આયોજીત મહાન- સામાજીક નાટક કંસ વધ રાત્રે ૧૦-૦૦ કલાકે ભવ્ય આયોજન કરેલ છે. આ શુભ પ્રસંગે જબલપુર ગામ સમસ્ત ધુવાણા બંધ જમવાનું હોય જબલપુર ગામની સાસરે ગયેલ તમામ બહેનો – દિકરીઓને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!