હળવદ તાલુકાના હળવદ માળીયા હાઈવે પર આવેલ કેદારીયા પુલ પાસે ટ્રકચાલકે એક્ટિવાને અડફેટે લેતા કોલેજીયન યુવતીનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત થયું હતું જ્યારે બીજી યુવતી સામન્ય ઈજા પહોંચી હતી.
જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના સુસવાવ ગામેથી શ્રૃતિ દુર્લભજીભાઈ કાલરીયા ઉ.૧૯ અને તેની બહેનપણી કુપાલી બન્ને બીએસસીમાં અભ્યાસ કરવા હળવદ કોલેજ જતી હતી તે દરમ્યાન કેદારીયા પુલ ઉપર ટ્રકચાલકે ગફલતભેર ચલાવતા એક્ટિવાને અડફેટમાં લેતા શ્રૃતિ દુર્લભજીભાઈ કાલરીયા ઉ.૧૯ રહે.સુસવાવ (ઉમિયા નગર) નું ધટના સ્થળે કમકમાટીભર્યુ મોત નિપજયું હતું. જ્યારે કૃપાલી ને સામાન્ય ઈજા પહોંચી હતી ઘટનાની જાણ થતાં આજુબાજુના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે આવી તાત્કાલિક હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે શ્રુતિ ને મૃત જાહેર કરી હતી. ઘટનાની જાણ થતાં બીટ જમાદાર સુરુભા પરમાર અને લલીતભાઈ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયા હતા. ટ્રક ચાલક ટ્રક મૂકીને નાસી છૂટ્યો હતો. હળવદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.