Wednesday, October 30, 2024
HomeGujaratMorbiમોરબીમાં લાલપર ગામ પાસે આવેલા સીરામીક યુનિટમાં કામ કરતી સગીર વયની બાળાનું...

મોરબીમાં લાલપર ગામ પાસે આવેલા સીરામીક યુનિટમાં કામ કરતી સગીર વયની બાળાનું અપહરણ કરનાર પકડાયો

મોરબી તાલુકાના વિસ્તારમાં આવેલ લાલપર ગામ પાસે આવેલ સાનીયો સીરામીકની ઓરડી માંથી આજથી ત્રણ વર્ષ પહેલા સગીરવયની બાળાનું અપહરણ કરી ભગાડી જનાર ઉત્તરપ્રદેશના દેવરીયા જિલ્લાના આરોપીને એન્ટ્રી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટની ટીમે પકડી પાડ્યો છે જેમાં મોરબી પોલીસ અધિક્ષક એસ.આર.ઓડેદરા,એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટ મોરબીના ઇન્ચાર્જ પીઆઈ વી.બી.જાડેજાને મોરબી જીલ્લા માંથી સગીરવયના બાળકોના થયેલ અપહરણના ગુનાઓ શોધી કાઢવા જરૂરી સુચના આપી હતી જે અનુસંધાને ફરીયાદી ધીરૂભાઇ ચતુંરભાઇ બાહુકીયા કોળી ઉ.વ .૧૫ વર્ષ ૬ માસ રહે.રામપરા તા.ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર વાળીને આરોપી પિન્ટુ નરસીંહ બહાદુર રાજભર રહે . કરૌદી ( કુકુરીયા ) તા.રૂદ્રપુર જીદેવરીયા ( ઉતર પ્રદેશ ) વાળો અપહરણ કરી ભગાડી લઇ ગયેલ હતો જેમાં આરોપી તેના વતન કરૌદી ( કુકુરીયા ) તા.રૂદ્રપુર જી.દેવરીયા ( ઉત્તરપ્રદેશ ) ખાતે લેવાની હકિકત મળતા એ.એસ.આઇ. હિતેન્દ્રસિંહ ચુડાસમા તથા પો.હેડ કોન્સ . દશરથસિંહ ચાવડા તથા પો.કોન્સ . નંદલાલ વરમોરાને કરીદી ( કુકુરીયા ) તા.રૂદ્રપુર જીદેવરીયા ( ઉતર પ્રદેશ ) ખાતે મોકલતા આરોપી પીન્ટ સાઓ નરસીંહ બહાદુર રાજભર રહે . કરીદી ( કુકુરીયા ) તા.રૂદ્રપુર જીદેવરીયા ( ઉતર પ્રદેશ ) વાળોને પકડી પાડવામાં સફળતા એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટને મળતા આરોપી COVID – 19 સબંધી જરૂરી મેડીકલ તપાસણી કરાવી ઘટતી કાર્યવાહી હાથ ધરેલ છે . આ કામગીરીમાં પીઆઈ વી બી જાડેજા તથા હિતેન્દ્રસિંહ ચુડાસમા,દશરથસિંહ ચાવડા,રજનીકાંત કેલા,સંજયભાઈ પટેલ,નંદલાલ વરમોરા,અશોકસિંહ ચુડાસમા, સતીસભાઇ કાંજીયા,રણવીરસિંહ જાડેજા સહિતના પોલીસકર્મીઓ જોડાયા હતા .

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!