Sunday, August 10, 2025
HomeGujaratઆર્ય સમાજ ટંકારા ત્રણ હાટડી દ્વારા "કૃષ્ણ કથા" કાર્યક્રમનું આયોજન કરાશે

આર્ય સમાજ ટંકારા ત્રણ હાટડી દ્વારા “કૃષ્ણ કથા” કાર્યક્રમનું આયોજન કરાશે

મહર્ષિ દયાનંદ સરસ્વતીએ સમાજના કુરિવાજો, સતીપ્રથા, અસ્પૃશ્યતા, સ્ત્રીઓને શિક્ષણથી વંચિત રાખવી, વિદેશની ગુલામીમાંથી મુક્તિ જેવી કુરીતોનું નિરાકરણ કરી સમાજને નવી દિશા આપી કુરિવાજોમાંથી મુક્તિ અપાવી છે. ત્યારે તેમના દ્વારા સ્થાપિત આર્ય સમાજ ટંકારા ત્રણ હાટડી દ્વારા 2025-26 દરમિયાન શતાબ્દી વર્ષ તરીકે ઉજવવામાં આવશે. જેના ભાગરૂપે આગામી 9 ઓગસ્ટના “કૃષ્ણ કથા” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

વૈચારિક ક્રાંતિના જનક, મહાન સમાજ સુધારક, આઝાદીના પ્રથમ ઉદ્બોધક, આર્ય સમાજના સ્થાપક, મહાન સમાજ સુધારક ક્રાંતિકારી સ્વદેશ પ્રેમી મહર્ષિ દયાનંદ સરસ્વતી મુળ શંકરના માદરે વતન ખાતે આર્ય સમાજની સ્થાપના 11/02/1926 ના કરવામાં આવી હતી. ત્યારે ટંકારા પંથક ઉપર આર્ય જગત 2025-26 દરમિયાન શતાબ્દી વર્ષ તરીકે ઉજવવાનુ આર્ય સમાજ ટંકારા ત્રણ હાટડી દ્વારા અતિ ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે પ્રથમ આર્ય વિરો અને વિરાંગના દળની પ્રશિક્ષણ તાલિમ બાદ ટંકારા આર્ય સમાજ દ્વારા બિજો કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ 10/08/2025 ને રવિવારે ગાયત્રીનગર સોસાયટી, ઉગમણા નાકા, ગરબી ચોક, ટંકારા ખાતે યોગીરાજ શ્રી કૃષ્ણના મહત્વ અને તેમના જીવનના પાઠો અંગે માર્ગદર્શન યુવા વક્તા: શ્રી કૂતેશ આર્ય (CA) – અમદાવાદ દ્વારા આપવામાં આવશે. કાર્યક્રમની રૂપરેખા અંગે વાત કરી તો 8: થી 8:35 વાગ્યે – યજ્ઞ, 8:35 થી 08:50 વાગ્યે – ભજન / સ્વાગત, 8:50 થી 9:00 વાગ્યે – વિશ્રામ, 9:00 થી 12:00 વાગ્યે – કુષ્ણ કથા (ભાગ – 1), 12:00 થી 02:00 વાગ્યે – ભોજન / વિશ્રામ, 02:00 થી 02:30 વાગ્યે – ભજન જલપાન, 2:30 થી 05:30 વાગ્યે – પ્રથમ કથા (ભાગ – 2)- આભાર દર્શન શાંતિપાઠ – વિસર્જન આમ એક દિવસનો કાર્યક્રમ રહશે. જેનો સૌએ લાભ લેવા આર્ય સમાજ ત્રણ હાટડી દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!