Friday, January 10, 2025
HomeGujaratહળવદમાં શ્રમિક પરિવારોએ માર્કેટ યાર્ડના સતાધીશો દ્વારા ધમકી અપાયાના આક્ષેપ સાથે મામલતદારને...

હળવદમાં શ્રમિક પરિવારોએ માર્કેટ યાર્ડના સતાધીશો દ્વારા ધમકી અપાયાના આક્ષેપ સાથે મામલતદારને પાઠવ્યું આવેદન

હળવદ જીઆઇડીસીના સમસ્ત શ્રમિક પરિવારોએ હળવદ માર્કેટ દ્વારા ખોટી કનડગત કરવા બાબતે હળવદ મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું હતું. તેમણે રજૂઆત કરતા કહ્યું હતું કે શ્રમિક પરિવારો હળવદ જીઆઇડીસી માં છેલ્લા ૨૭ વર્ષથી રહે છે તે લોકોના તમામ પુરાવા હળવદ જીઆઇડીસીના નામે જ છે. છતાં અગાઉ બે વખત હળવદ માર્કેટ દ્વારા ગરીબ લોકોના ઝૂપડા ઉપડાવી લોકોને રજડતા કરી દેવામાં આવ્યા હતા. ફરી એક વખત માર્કેટ યાર્ડ દ્વારા અંદાજે ૬૦ જેટલા પરિવારોના ઝુંપડા અને અમુક પતરાવાળા મકાનો તોડી પાડવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે કે આ તમામ પરિવારો ક્યાંય નહીં જાય તો ફરતી દીવાલ કરીને તેમને બહાર નીકળવામાં મુશ્કેલી થઈ જશે તેવી ધમકી પણ આપવામાં આવી રહી છે જેને લઇને મામલતદારને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

હળવદ જીઆઇડીસીના શ્રમિકોએ રજૂઆત કરતા કહ્યું હતું કે આ પહેલા પણ ગરીબ લોકોના ઝૂપડા બે વખત પાડી દેવામાં આવ્યા છે. ત્યારે ફરી એક વખત ખાલી કરવા માટેની ધાકધમકીઓ આપી રહ્યા છે. રાજ્ય સરકાર દ્ધારા ઝૂપડા બાંધેલ જગ્યા હળવડ માર્કેટ યાર્ડ ને આપવામાં આવી નથી તેમ છતાં ખાલી કરવા ધમકાવી રહ્યા છે. માર્કેટ યાર્ડ નો વિકાસ કરવો હોય તો તમામ શ્રમિકો જગ્યા ખાલી કરી આપી દેવા રાજી છે. પરંતુ હળવદ માર્કેટ યાર્ડ તેમને જીઆઇડીસીમાં યોગ્ય કાચા પાકું રહેણાક આપે તેવી રજૂઆત કરી હતી. પરંતુ જો હળવદ માર્કેટ યાર્ડ દ્વારા પરાણે ઝૂપડા ખાલી કરાવવામાં આવશે તો યાર્ડમાં સતાધીશો ઘર સામે ઘર વખરીનો સમાન લઈ ધરણાં કરી વિરોધ નોંધાવશે અને છતાં ન્યાય નહિ મળે તો યાર્ડ સામે પરિવાર સાથે આત્મ વિલોપન કરીશું તેવી ચીમકી ઉચ્ચારી મામલતદાર ને આવેદન પાઠવી રજૂઆત કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!