હળવદ માળિયા હાઇવે પર ફરી એક વાર ટ્રક ચાલક ની બેદરકારી સામે આવી છે જેમાં હળવદ ના પ્રતાપગઢ ગામના પાટિયા પાસે એસટી બસ ને અકસ્માત નડતાં પેસેન્જર ને ઈજાઓ પહોંચી હતી.
આણંદ થી મુન્દ્રા તરફ જતી એસટી નંબર GJ 18 Z 9509 સ્લીપર કોચ હળવદ હાઇવે પર બંધ પડેલ ટ્રક પાછળ એસટી બસ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો જેને પગલે 12 થી વધુ લોકોને ઈજાઓ થતા સારવાર અર્થે હળવદ ,મોરબી અને સુરેન્દ્રનગર સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.જેમાં એસટી બસ માં સવાર દક્ષાબેન મનીષભાઈ ઉ.વ.૩૦ રહે અંજાર કચ્છ,પટેલ અશોકભાઈ નારણભાઈ ઉ.વ.૪૯ રહે અંજાર કચ્છ,કોકિલાબેન રાજુભાઈ ઉ.વ.૫૦ રહે. પેટલાદ,ભરતકુમાર શનાભાઈ પટેલ ઉ.વ. ૪૯ રહે.નડિયાદ,તુલસીભાઈ પરબતભાઇ પરમાર ઉ.વ.૨૭ રહે ગાંધીધામ કચ્છ પૂર્વ,સંજય મનસુખભાઇ ડાભી ઉ.વ. ૨૮ રહે.અંજાર કચ્છ, માનસિંગ ભાઈ પુનાભાઈ પરમાર ઉ.વ.૬૫ રહે પાંદડી,લક્ષ્મીબેન મનીષભાઈ ઉ.વ.૪૭ રહે અંજાર કચ્છ ને હળવદ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે જ્યારે અન્ય પેસેન્જર ને મોરબી અને સુરેન્દ્રનગર વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે નેશનલ હાઇવે પર આવા બંધ વાહનોને કારણે અનેક અકસ્માત સર્જાય છે ત્યારે એસટી બસ ના આ અકસ્માત માં એસટી ના ડ્રાઈવર અને કંડકટર પણ ઇજાગ્રસ્ત થઈ ગયા છે આ અકસ્માતની જાણ હળવદ પોલીસમથકે નોધવામ આવતા હળવદ પોલીસે બનાવની નોંધ કરી છે.