Friday, April 26, 2024
HomeGujaratલ્યો બોલો પ્રજાના રક્ષક‌ ને જાહેરમાં ચાર જણાએ માર મારતાં ફરિયાદ દાખલ....

લ્યો બોલો પ્રજાના રક્ષક‌ ને જાહેરમાં ચાર જણાએ માર મારતાં ફરિયાદ દાખલ. પોલીસ બેડામાં ખળભળાટ

હળવદના પાંડાતીરથ રોડ પેટ્રોલિંગ કરતી વેળાએ શંકાસ્પદ ની પૂછપરછ કરતા પોલીસ કર્મચારી પર ચાર શખ્સોએ હુમલો કર્યો

- Advertisement -
- Advertisement -

હળવદ તાલુકાના ચરાવડા બીટમાં છેલ્લા કેટલાક સમયથી કાયદો-વ્યવસ્થા કથળતી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. ચરાડવા બીટ માં દિનપ્રતિદિન પોલીસ ની ધાક ઓછી થઈ રહ્યું તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. દારૂ જુગાર ચોરી મારામારી જેવી બદી વધી રહી છે. ત્યારે શુક્રવાર મોડી સાંજના ચરાડવા બીટ જમાદાર અરવિંદભાઈ ઝાપડિયા તથા અનામૅ લોકરક્ષક ઊપેન્દ્રસિંહ ભુપેન્દ્રસિંહ પરમાર પોતાના વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા.ત્યારે કડીયાણા પાડાતીરથ રોડ પર કોઈ શંકાસ્પદ જણાતા ઈસમની પુછતાછ કરતાંઅચાનક આરોપી એ ચારે જણાએ એક સંપ કરી બીટ જમાદાર અને તેના સાથીદાર ઉપર હુમલો કરી લાકડી.બેલા પથ્થર ફટકારી માર મારતા ચાર શખ્સો વિરુદ્ધ ફરજમાં રૂકાવટની ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

હળવદ પોલીસ પ્રાપ્ત માહિતી મુજબ ચરાડવા બીટ જમાદાર અરવિંદભાઈ ઝાપડિયા તથા હળવદ પોલીસ સ્ટેશનમાં અનામૅ લોક રક્ષક તરીકે ફરજ બજાવતા ઉપેન્દ્રસિંહ જયેન્દ્રસિંહ પરમાર (ઉ.૨૮) એ તથાસ સાહેદ કડિયાણા ગામ નજીક પાંડાતીરથ રોડ પર પેટ્રોલિંગમાં ફરજ બજાવતા હતા ત્યારે શંકાસ્પદ ની પુછતાછ કરતાં અચાનક આરોપી (૧)મુન્નાભાઇ હમીરભાઇ ભરવાડ, (૨)હમીરભાઇ કમાભાઇ ભરવાડ, (૩)પરેશ હમીરભાઈ ભરવાડ તથા (૪)કેશવ કાનાભાઇ કોળી રહે બધા કડીયાણા વાળાએ એક સંપ કરી ફરિયાદી ઉપેન્દ્રસિંહ તથા સાહેદની કાયદેસરની ફરજમાં રુકાવટ કરી ગાળો આપી આરોપી મુન્નાભાઈ હમીરભાઈ ભરવાડે લાકડી વડે માર મારી તથા અન્ય આરોપીઓએ છુટા પથ્થરોના ઘા કરીને તેમજ ચારેય આરોપીઓએ ફરીયાદી તથા સાહેદને પાડી દઇને તેઓની ઉપર ચડી જઇ ઢીંકા પાટુનો માર માર્યો હતો અને ફરીયાદીને મોઢાના ભાગે મુકકા મારતા દાંત ખસી ગયેલ છે તેમજ હોઠ ઉપર ઇજા થયેલ છે. આ મામલે લોકરક્ષક ઉપેન્દ્રસિંહ ની ફરિયાદના આધારે હળવદ પોલીસે ચાર ઈસમો વિરુદ્ધ ઈ.પ.કો કલમ ૧૮૬,૩૩૭,૩૩૨,૩૩૩,૫૦૪,૧૧૪,તથા જી.પી.એકટ-૧૩૫ મુજબ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે વધુ તપાસ હળવદ પી.એસ.આઈ પી,જી,પનારા ચલાવી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!