વાંકાનેર તાલુકા પોલીસે ઐતિહાસિક કહી શકાય તેવી પ્રેસનોટ સ્ટાઇલથી જાહેર કરી છે.જેમાં મોરબી એલસીબી ટીમ એસઓજી ટીમ સાથે મળી અને બે દારૂ સાથે અને એક પીધેલા પકડાયા હોવાનો ઉલ્લેખ છે.સાથે સાથે એમ વી એક્ટ અને બાકી કોમ્બિગ કરી ફોટા મૂકી મીડિયા માં સમાચારની સસ્તી પ્રસિદ્ધિ માટે ખોખલો પ્રયત્ન કર્યો છે. અરે પીઆઈ સાહેબ તમારો વિસ્તાર આવડો મોટો છે અને ફ્કત બે જ વ્યક્તિ પાસેથી દારૂ મળ્યો અને એક જ વ્યક્તિ પીધેલો પકડાયો કાંઈક શરમ કરો અને પ્રજા અને મીડિયા ને ઉલ્લુ બનાવવાનો ધંધો બંધ કરો “યે પબ્લિક હૈ યે સબ જાનતી હૈ” ખેર હશે એ તો આવનારો સમય બતાવશે કે આવડા મોટા તાલુકામાં બે જ વ્યક્તિઓ દારૂ વહેંચતા હતા કે પછી લાઇનો ચાલતી હતી પરંતુ આવી પ્રેસનોટ મૂકી આપ મોરબીની ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજી બ્રાન્ચ નું નાક કાપ્યું છે.
જે અત્યંત શરમજનક અને હાસ્યાસ્પદ છે. જો કે વાંકાનેર પંથકમાં કરવામાં આવેલ કાર્યવાહીમાં એક પણ ખનીજ ચોરી કરતા વાહનો કે એક પણ ગેરકાદેસર હેરાફેરી કરતા વાહનો સામે કાર્યવાહી કેમ ન કરવામાં આવી એ મોટો પ્રશ્ન છે વાત રહી કાળા કાચ અને બ્લેક ફિલ્મ નંબર પ્લેટ વિના ના વાહનોની તો એ તો પીઆઈ સાહેબ આપના કમ્પાઉન્ડ માં ઘણી છે.આ સમાચાર વાચો છો ત્યારે પણ પડી છે.જોઈ લેજો જેમાં આપનો સ્ટાફ હાઈવે પર જાય છે અને શું કરવા જાય છે કોના કહેવાથી જાય છે એ વાંકાનેર તાલુકાની ગ્રામ્ય પંથકની પ્રજાને ખ્યાલ છે.હાલ વાંકાનેર તાલુકા પોલીસમથક અધ્ધર તાલ છે અને આગામી સમયમાં મોટા ઘટસ્ફોટ થશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી જેમ કે ભૂતકાળ માં અનેક કિસ્સાઓમાં થયું છે.જેમાં પણ મોરબી મીરર ના અહેવાલ છાપવામાં આવ્યા હતા.એજ રીતે મોરબી મીરર વાંકાનેર તાલુકા પોલીસ નું સત્ય બહાર લાવતા જરા પણ અચકાશે નહીં.જો સારી રીતે કામગીરી કરો પીઆઈ બન્યા બાદ પ્રથમ પોલીસમથક મળ્યું છે તો તેનો પીરીયડ પ્રજા માટે વાપરો અને સારી ઇમેજ બનાવો નહીં તો આગામી સમયમાં આપને સ્વતંત્ર પોલીસમથક આપતા પણ સિનિયર અધિકારીઓએ વિચાર કરવો પડશે જેમાં જરા પણ સંદેહ નથી.અમે તો માં મારે પણ માર ખાવા ન દે એ ઉક્તિ મુજબ આપનો કાન મરોડી છીએ હવે આપે કાયદો કડક કરવો કે નાટ્યાત્મક પ્રેસનોટ બનાવી સસ્તી પ્રસિદ્ધિ આપ પર નિર્ભર છે.પોલીસ સ્ટાફ આપ આવ્યા પહેલા પણ આજ હતો આજે પણ એ જ છે.