મોરબી જીલ્લા પોલીસ કોઈ પણ તહેવાર હોય હર હમેશ રંગે ચંગે ઉજવી શકાય અને મોરબી પોલીસ ડિપાર્ટમેન્ટ ના ફરજ બજાવતા અધિકારીઓ થી લઈ નાના વર્ગના પોલીસ કર્મચારીઓ જ્યારે તહેવારો પર બંદોબસ્ત માં હોય છે ત્યારે તેઓનો પરિવાર એકલતા અનુભવતો હોય છે જો કે આવા એકાંત પણા ને દૂર કરવા મોરબી પોલીસની ટિમો હર હમેશા કટિબદ્ધ રહે છે અને પોલીસ પરીવાર પોતાના એકનમેકના સગા સંબંધી સમજીને તમામ પ્રસંગો ઉજવતા હોય છે ત્યારે મોરબી પોલીસલાઈનમાં અત્યંત સુંદર અને સર્વોપરી કહી શકાય તેવું મહાદેવનું મન્દિર બાંધવાનું નક્કી કર્યું હતું આશરે ચાર માસ બાદ રાત દિવસ કામ ચાલુ રાખવામાં આવ્યા બાદ મંદિર નું નિર્માણ કામનપૂર્ણ થઈ ગયું હતું અને આ બાદ ત્રણ દિવસના રંગે ચંગે કાર્યક્રમો બાદ ગઈ કાલે એટલે કે તા.૧ જૂન ૨૦૨૨ ના રોજ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા ની વિધિ પરિપૂર્ણ થઈ હતી જેને મોરબી પોલીસ દ્વારા શ્રી મહાકલેશ્વર મહાદેવ નામાંકન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જીલ્લા પોલીસના તમામ અધિકારીઓ, પોલીસકર્મીઓ અને તેના પરિવાર જનો જોડાયા હતા અને મહા આરતી અને મહા પ્રસાદનો લાભ લીધો હતો.
સોમવતી અમાસના દિવસે શરૂ કરાયું હતું મંદિરનું ભૂમિપૂજન.
આ નવનિર્મિત શ્રી મહાકાલેશ્વર મહાદેવના મંદિર માટે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું અને જાણકારોની સલાહ પણ લેવામાં આવી હતી જેમાં પૂર્વ એસપી સુબોધ ઓડેદરાએ અને રેન્જ આઈજી સંદીપ સિંહ દ્વારા પોલીસલાઈનમાં મંદિરના નિર્માણ માટે મંજૂરી આપ્યા બાદ સોમવતી અમાસના દિવસે મંદિરનું નિર્માણ કામ શરૂ કરાયું હતું જેમાં મહાદેવ માટે સોમવતી અમાસ અત્યંત મહત્વની અને તમામ આશાઓ પૂર્ણ કરનારી પૂર્ણ રાત્રી માનવામાં આવે છે.
આ શ્રી મહાકાલેશ્વર મહાદેવના મંદિરના નિર્માણ માટે રેન્જ આઈજી સંદીપ સિંહ, પૂર્વ એસપી સુબોધ ઓડેદરા,હાલના એસપી રાહુલ ત્રિપાઠી, એલસીબી પીઆઇ એમ આર ગોઢાણીયા,પીઆઇ વી બી જાડેજા,પીઆઈ વિરલ પટેલ,પીઆઇ જે એમ આલ,પીઆઇ મયંક પંડ્યા ,પીઆઇ એમ વી પટેલ,પીએસઆઇ એન એચ ચુડાસમા,પીએસઆઇ એન બી ડાભી,પીએસઆઇ પી ડી પટેલ,પીએસઆઇ એ ડી જાડેજા,પીએસઆઇ એ એ જાડેજા સહિતના તમામ પીઆઇ પીએસઆઇ એ મોરબીની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા નીંસાથે મંદિરના નિર્માણ માટે પણ પૂરતું ધ્યાન આપ્યું હતું ત્યારે હવે પોલીસ પરિવાર ને પોલીસ લાઈનથી બહાર રોડ પર દર્શન કરવા નહિ જવુ પડે આજદિન સુધી પોલીસલાઈનથી રેલવે ટ્રેક ક્રોસ કરી મહાદેવ ના દર્શન કરવા જવું પડતું હતું ત્યારે નવ નિર્માણ મંદિર બનતા પોલીસ પરિવાર માટે હવે આ ખોટ પુરી થઈ છે.જેમમાં તમામ લોકોએ યથાયોગ્ય હજાર રહી સાથ સહકાર આપી મહાઆરતિનો લાભ લીધો હતો.