ટંકારા પંથકની ગ્રાન્ટેડ મહર્ષિ દયાનંદ વિવિધ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં સો ટકા પરિણામ પ્રાપ્ત કર્યું છે. સતત બીજા વર્ષે સો ટકા પરિણામ પ્રાપ્ત કરી સમગ્ર પંથકમાં શાળાએ ડંકો વગાડ્યો છે. જે બદલ શાળાના ટ્રસ્ટીઓ, આચાર્ય તેમજ શાળા પરિવાર દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.
ટંકારાની શૈક્ષણિક સંસ્થામાં આગવું સ્થાન ધરાવતી ગ્રાન્ટેડ મહર્ષિ દયાનંદ વિવિધલક્ષી વિદ્યાલય ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં સો ટકા પરિણામ પ્રાપ્ત કર્યું છે. વિધાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ માટે સરકારી ગ્રાન્ટેડ શાળા મહર્ષિ દયાનંદ વિવિધલક્ષી વિધાલયએ સતત બીજા વર્ષે 100% પરીણામ પ્રાપ્ત કરી સમગ્ર પંથકમાં ડંકો વગાડયો છે. જેમાં સૌથી વધુ 98.28 પી આર સાથે વકાતર તુલસી મુન્નાભાઈએ 89.57 % મેળવી પ્રથમ નંબર મેળવ્યો છે. જ્યારે 97.05 પી આર અને 87.71% સાથે ગેડિયા મુકેશભાઈએ બિજો ક્રમ અને ત્રિજા ક્રમે કડિવાર સરમિનબાનુ અમીભાઈ એ 93.67 પી આર સાથે 84.14% મેળવી પરીવારનું ગૌરવ વધાર્યું છે. તમામ વિધાર્થી મિત્રો ઉતિર્ણ થતા શાળાના સંચાલક ટ્રસ્ટીઓ હસુભાઈ કંસારા, જગદીશ પનારા, જગદીશભાઈ કકાસણીયા, શાળાના આચાર્ય કાસુન્દ્રા સાહેબ તેમજ શિક્ષકગણ તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે..