Sunday, December 21, 2025
HomeGujaratટંકારાના બંગાવડી પાસે SMCનો મોટો દરોડો:અંદાજે ૪૦ લાખથી વધુનો મુદામાલ ઝડપાયો

ટંકારાના બંગાવડી પાસે SMCનો મોટો દરોડો:અંદાજે ૪૦ લાખથી વધુનો મુદામાલ ઝડપાયો

ગુજરાતમાં દારૂબંધી અમલમાં હોવા છતાં ગેરકાયદેસર દારૂની હેરાફેરીના પ્રયાસો ચાલુ જ છે. આવા જ એક મોટા કૌભાંડનો પર્દાફાશ કરતા સ્ટેટ મોનીટરિંગ સેલ (SMC)ની ટીમે ટંકારા તાલુકાના લતીપર રોડ ઉપર બંગાવડી ગામના કાચા રસ્તા પાસે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

SMCના અધિકારીઓએ જણાવ્યું કે, ગુપ્ત માહિતીના આધારે આ દરોડો પાડવામાં આવ્યો હતો. જથ્થામાં આશરે ૨૪૪ પેટી દારૂ હતો, જેમાં અંદાજે ૩ હજાર જેટલી બોટલોનો સમાવેશ થાય છે. આ જથ્થાની કુલ કિંમત ૪૦ લાખ રૂપિયાથી વધુ આંકવામાં આવી રહી છે.ખાસ કરીને નવા વર્ષની ૩૧મી ડિસેમ્બર પહેલા આવા જથ્થાની હેરાફેરી વધી જતી હોવાથી SMCની ટીમ સતર્ક બની છે. આ કાર્યવાહી PSI કે.એચ. જનકાંતની આગેવાની હેઠળની ટીમે કરી હતી.દરોડા વખતે સ્થળ પર પંચનામા સહિતની કાયદેસર કાર્યવાહી ચાલુ હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!