ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં બુથ લેવલ ઓફિસર (B.L.O.)ની કામગીરી આંગણવાડી બહેનોને સોંપવાની કાર્યવાહી ચાલી રહી છે, જેને લઈ માળીયા મીં.ની આંગણવાડી વર્કર્સ દ્વારા મદદનીશ મતદાર નોંધણી અધિકારીને રજૂઆત કરાઈ છે. અને આ કામગીરી માંથી મુક્તિ આપવા માંગ કરાઈ છે.
માળીયા મીં.ની આંગણવાડી વર્કર્સ દ્વારા મદદનીશ મતદાર નોંધણી અધિકારીને જણાવવામાં આવ્યું છે કે, આંગણવાડી માં મોટી ઉમર વાળા બહેનો હોવાથી તેઓ ઓછુ ભણેલા છે. જેથી તેઓને B.L.O.ની કામગીરી આવડતી નથી. આંગણવાડીમાં પ્રોષણ ટ્રેકરનું ઓન-લાઈન કામગીરી મોટી ઉમરના આંગણવાડી વર્કરને સોંપવામાં આવી છે. ઘણી-બધી ઓનલાઈન કામગીરી એવી છે કે તે સમપાર થતી નથી.
આંગણવાડી કેન્દ્ર ઉપર બાળકોને પૂર્ણ પ્રાથમિક શિક્ષણની થીમ મુજબ પ્રવૃત્તિ કરવાની થતી હોય તેના સમયમાં આ કામગીરી કેવી રીતે થઇ શકે ? તેવો આંગણવાડી વર્કર્સ દ્વારા સવાલ કરવામાં આવ્યો છે. તેમજ તેમના દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે, તેમના કેન્દ્રમાં તમામ લાભાર્થીની હાજરી સ્ટોક અને અન્ય કામગીરીનું ભારણ તેમનાથી શક્ય થાય તેમ નથી, તેમજ આંગણવાડી વર્કર્સને સગર્ભા મહિલા લાભાર્થી અને વાલીઓની ગૃહ મુલાકાત કરવાની થતી હોય છે. જેથી અન્ય કામગીરી તેમના દ્વારા કરી શકાય તેમ નથી. તેમજ નોંધાયેલ પોષણ ટ્રેકર લાભાર્થીના E-KYC અને ફોટો કેપ્ચરની કામગીરી દર મહિને કરવાની હોય છે. અને સાઈટ પર કામગીરીમાં ઘણો સમય લાગે છે. તેમજ આ વર્કર્સમાં કેટલાક બહેનોના ઘરે નાના બાળકો હોય છે. તો તેને આ કામગીરીમાં બાળકોને સાથે ના લઇ શકે. જેથી તેઓ પણ આ કામગીરી ના કરી શકે. આંગણવાડીમાં ઘણી બધી કામગીરી થતી હોવાથી આ વધુની કામગીરી આંગણવાડી વર્કર્સ દ્વારા થઇ શકે તેમ નથી. જેથી તેમને બુથ લેવલ ઓફિસર (B.L.O.)ની કામગીરીઆથી મુક્તિ આપવા રજૂઆત કરાઈ છે