માળીયા મીયાણાના વવાણીયા ગામની સીમમાં ગત તારીખ ૨ ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ સાંજે સાતથી આઠ વાગ્યાના અરસામાં ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત થયું હતું જેમાં મોરબી રહેતા વસીમ ગુલામામદ પીલુડીયા (ઉવ ૩૮) નું સારવાર મળે એ પહેલા મોત નીપજ્યું હતું.ઘટનાની ગંભીરતાને લઈને મોરબી એલસીબી,એસઓજી માળિયા મીયાણા પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી અને મોરબી સિવિલ હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરી હતી.જેમાં પ્રાથમિક તપાસમાં મૃતક યુવાન વસીમ બાઇકમાં બંદૂક સાથે શિકાર કરવા ગયેલ હોય અને બાઈક સ્લીપ થઈ જતા મિસ ફાયર થયું હતું જેને લઈને ઇજાઓ થતા મોત થયું હોવાની ચર્ચાઓ સામે આવી હતી.પરંતુ માળીયા મીયાણા પોલીસ મથકના પીઆઈ આર સી ગોહિલ કર્તવ્યનિષ્ઠ હોય અને આ પ્રકારની ગંભીર ગુન્હામાં સામે આવતી અક્સ્માત ની વાત ગળે ન ઉતરતા માળિયા મીયાણા પોલીસ દ્વારા તમામ ઘટનાઓને બારીકીથી તપાસતા આખો ઘટનાક્રમ અને ઘટના સ્થળની મુલાકાત તેમજ રૂબરૂ અને સાથે રહેલા લોકોની કડક અને ઝીણવટ ભરી તપાસ હાથ ધરતા મામલો હત્યાનું હોવાનું સામે આવ્યું હતું.
આ ઘટનામાં માળિયા મીયાણા પીઆઇ આર.સી.ગોહિલની ટીમ દ્વારા ક્યાંય કાચું કપાય નહીં તેની ખાસ કાળજી રાખવામાં આવી હતી. જેમાં માળિયા મીયાણા પીઆઈ ગોહિલની ટીમને સફળતા મળી હતી અને બે આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધાયો હતો.જેમાં અસલમ ગફુરભાઈ મોવર (રહે વાવડી રોડ મોરબી) અને જાવેદ ઉર્ફે જાવલો હાજીભાઈ જેડા વિરુદ્ધ હત્યા કલમનો ગુનો નોંધવામાં આવ્યો છે. જોકે સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો અનુસાર આ મામલે આ હત્યા અંગેની ફરિયાદ ન કરવા ઘણા બધા ધમપછાડા કરવામાં આવ્યા પરંતુ માળિયા પી.આઈ ગોહિલે તટસ્થતા પૂર્વક તપાસ કરી અને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી બંને આરોપીઓને જેલના સળિયા પાછળ તકલી દીધા છે.
માળીયા મીયાણા પીઆઇ આર.સી.ગોહિલની ટીમ દ્વારા ખૂબ જ ઊંડાણપૂર્વક અને કોઈપણ પ્રકારના સીસીટીવી કે અન્ય ટેકનીકલ સાધનો તેમજ ભૌગોલિક સ્થિતિને લઈને પણ આ હત્યાનો ગુનો ઉકેલો ખૂબ જ મુશ્કેલ હતો પરંતુ આમ છતાં તેણે હત્યાને ખૂબ જ ગંભીર રીતે લઈ અને કડક સાથે કામ લઈ જવાબદારો સામે પગલા લઇ ગુનો નોંધ્યો છે.
ત્યારે આ તકે આઠ માસ પહેલા માળીયા મિયાણાના પીએસઆઇ એન.એમ.ગઢવી જ્યારે થાણા અધિકારી હતા ત્યારે દેરાળા ગામના માતા પુત્રના મોતની પણ યાદ આવે છે.
આઠ મહિના પહેલા માત પુત્રના મોતનો શું હતો આખો કેસ?
માળીયા મીયાણાના તત્કાલીન પીએસઆઇ એન.એમ ગઢવી જ્યારે માળીયા થાણા અધિકારી તરીકે હતા એ સમયે તા.૨૭/૫/૨૪ ના રોજ માળીયા ના સરવડ ગામથી દેરાળા ગામ વચ્ચે ના સ્ટેટ હાઇવે પર એક વિચિત્ર અકસ્માત થયો હતો જેમાં ફરઝાના બેન ખોરમ અને શાહનવાઝ ખોરમ નામના માતા અને પુત્રના મોત થયા હતા.આ માતા પુત્રના મોતમાં એટલી બધો વિચિત્રતા હતી કે જે અર્ટીકા કાર અને બાઈકનો અકસ્માત થયો હતો તે બંને એકબીજાના પાડોશી હતા તો બીજી બાજુ ચર્ચામાં જે મુદ્દા ચાલી રહ્યા હતા તે સમયે તે મુજબ પણ અર્ટીકા કાર ચાલક કે જેણે અકસ્માત સર્જ્યો તે આરોપી ઉસ્માનખા હિસ્મતખા ખોરમ આ મૃતક મહિલાના ના પતિ સાથે પણ સંબંધો હતા અને એટલું જ નહીં બંને એક જ ગામના વ્યક્તિઓ હતા.ભૂતકાળમાં પણ આ બંને વચ્ચે ઘર્ષણ થઈ ચૂક્યું હતું સાથે સાથે અકસ્માત સર્જનાર ઉસ્માન નામના વ્યક્તિ પણ આ મૃતક મહિલાની જમીન વાવતો હોવાની ચર્ચા પણ સામે આવી હતી અને એ જ સમયે તેની જ ગાડી સાથે તે શક્તિમાન બનીને સરવડ રોડ પર આવી જાય છે અને એ જ સમયે એ જ જગ્યાએ મહિલા માતા પુત્ર પણ આવી જાય છે અને એમની એવી ઠોકર કે બંનેના એક જ જગ્યાએ ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા.
ચાલો સમજી લઈએ કે અકસ્માત હતો અને અકસ્માત ગમે ત્યારે ગમે તેની સાથે થાય છે પરંતુ આ કેસવંત થયા બાદ એકવાર પણ તેના ગામના તેના પાડોશી કહેવાતા કારચાલક ઉષ્માને નહોતો મહિલા એટલે કે માતા અને તેના પુત્રને હોસ્પિટલ લઈ જવા માટે કોઈ સહ વ્યવસ્થા કરી કે ન કોઈ ઇમર્જન્સી 108 એમ્બ્યુલન્સને પણ જાણ કરી તો આ તો કેવો અકસ્માત આ મામલે પણ મોરબી મિરર દ્વારા ભૂતકાળમાં અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો પરંતુ તે સમયના પીએસઆઇ દ્વારા જાણે લોહી સામે રૂપિયા નો સોદો કરી નાખ્યો હોય તેવી ચર્ચાઓ વચ્ચે દૂધનો દૂધ અને પાણીનું પાણી થઈ શક્યું ન હતું પરંતુ માળિયા મીયાણા પીએસઆઇ આરતી ગોહિલ ની ટીમને મોરબી મિરરની ટીમ ખૂબ ખૂબ ધન્યવાદ આપે છે કે તેને સત્ય અને ઉજાગર કર્યું અને લોહીના બદલે કાયદો બધા માટે સરખો હોય છે અને કાયદાથી ઉપર કોઈ નથી તેવું પ્રસ્થાપિત કરવા માટેનો એક નાનો એવો પ્રયત્ન કર્યો જો આવો પ્રયત્ન માળિયા પોલીસે પ્રથમવાર ઘર્ષણ થયું તે સમયે દેરાડાના બનાવવામાં કર્યું હોત તો આજે એ માતા અને પુત્રના જીવ બચી ગયા હોત અને પોલીસ કરારમાં પ્રજાનો મિત્ર છે એ પણ સાબિત થઈ ચૂક્યો હોય પરંતુ ખેર હવે સત્ય શું છે એ તો આગામી સમયમાં સામે આવશે કેમ કે આ માતા અને પુત્ર પાછળ નહોતો કોઈ અવાજ ઉઠાવવાનું છે અને ન તો કોઈ તેની આ શંકાસ્પદ મોતની તપાસ કરનારું છે.
ત્યારે આ પીએસઆઇ એન એમ ગઢવી અને તેની સાથેના પોલીસ કર્મીઓ કે જેણે તેને આ લોહીના રૂપિયા લીધા છે તેને પણ ભોગવવાનું તો રહ્યું તેનું ફળ પણ આ જ સમયે આ જન્મમાં આપવામાં આવે છે એ અમુક અધિકારીઓ ભૂલી જાય છે ત્યારે હાલના માળીયા મીયાણા પીઆઈ આર.સી ગોહિલ આ જ રીતે કામગીરી કરી કાયદો અને પોલીસ બંને રજા માટે છે અને હર હંમેશ રજા સાથે રહેશે એ જ નીતિ સાથે કામ કરે તેવી શુભકામનાઓ પાઠવી રહ્યું છે.