હળવદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના કેશમા સતત વધારો થઇ રહ્યો છે ત્યારે આરોગ્ય તંત્ર તેમજ પોલીસ તંત્રએ પોતાની જવાબદારી સમજીને હળવદ સરાનાકા ખાતે રાહદારીઓને માસ્ક વિતરણ કરવામાં આવ્યા હતાં.
હળવદ આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગ દ્ધારા હળવદમા કોરોના સંક્રમણ અટકે તેવો પ્રયત્ન હાથ ધરવામા આવ્યો હતો. પીઆઇ દેકેવાડીયા તેમજ આરોગ્ય વિભાગના ભાવીન ભટ્ટી દ્ધારા બજારમા માસ્ક વગર ફરતા લોકોને માસ્ક વિતરણ કરી માસ્ક પહેરવા અપીલ કરી હતી સાથે બન્ને વિભાગે લોકોને કોરોનાથી સાવચેત રહેવા અને જો લક્ષણ જણાય તો તાત્કાલિક સારવાર લેવા જણાવ્યુ હતુ વધુમા પીઆઇ દેકાવાડીયાએ જણાવ્યુ હતુ કે તંત્રનો માત્ર દંડ કરવાનો જ હેતુ નથી હોતો ગરીબ લોકોને ફ્રિ મા માસ્ક મળી રહે તેવા હેતુથી એક કલાકમા 700 જેટલા માસ્કનુ વિતરણ કરવામા આવ્યુ હતુ