હળવદની સરદાર પટેલ વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યેની રૂચિમાં વધારો કરવા માટે ગણિત-વિજ્ઞાન પ્રદર્શન 2022-23નું આયોજન કરવામાં આવ્યું છે. આવા પ્રદર્શન થકી વિદ્યાર્થીઓને પોતાની સ્કિલ બતાવવાનો મોકો મળે છે.
સરદાર પટેલ વિદ્યાલયના જણવ્યા અનુસાર, svs કક્ષાનો/તાલુકા કક્ષાનો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગનો ગણિત-વિજ્ઞાન પ્રદર્શન 2022-23નું સરદાર પટેલ વિદ્યાલય ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જી.આર. પાડલીયા તેમજ તાલુકાના આચાર્યો તથા શિક્ષકોની ટિમ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે. ગણિત-વિજ્ઞાન પ્રદર્શનને ખુલ્લો મુકવા EI તથા DEO પ્રવીણભાઈ અંબારીયા પધાર્યા હતા. જેમના હસ્તે વિજ્ઞાન મેળો ખુલ્લો મુકવામાં આવ્યો હતો, જે તકે મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ વિજ્ઞાન મેળામાં કુલ 32 કૃતિઓ તાલુકાની જુદી-જુદી શાળામાંથી ભાગ લેવા માટે આવેલ છે. તેમજ ગણિત-વિજ્ઞાન પ્રદર્શન જોવા માટે નજીકની જુદી જુદી શાળાઓમાંથી બાળકો આવ્યા હતા. તેમજ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે માટે પ્રોત્સાહક ભેટ પણ આપવામાં આવી હતી.