આજે મોરબી જિલ્લામાં સર્વત્ર કમોસમી માવઠાથી ભારે નુકશાન સર્જાયું છે ત્યારે હળવદમાં પણ કમોસમી માવઠાએ હાહાકાર મચાવ્યો હતો અને હળવદ શહેર અને તાલુકાના અનેક ગામોમાં વૃક્ષો તેમજ વીજપોલ અને મંડપ ધરાશાયી થવાના બનાવ સામે આવ્યા હતા તેમજ ખેડૂતો ને પણ મોટા પ્રમાણ માં નુકશાની થવાની શક્યતા સેવાઈ રહી છે.
જેમાં પ્રથમ બનાવમાં હળવદ તાલુકાના રાયસંગપુર ગામે ભાગવત સપ્તાહના છેલ્લા દિવસે વહેલી સવારે ગાજવીજ પવન સાથે વરસાદ થતાં મંડપ ધરાશાયી થયો હતો.અને ભાગવત સપ્તાહના ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયા હતા ગ્રામજનો અને યુવક મંડળે ભારે જહેમત ઉઠાવી તાત્કાલિક માલસામના સહિત સામગ્રીનો નુ સ્થાળાંતર કર્યું હતું.
જ્યારે બીજા બનાવમાં ભારે વરસાદ અને ભારે પવનથી સમલી રોડ પર વૃક્ષ ધરાશાયી થવાથી ચરાડવાથી માથક જોડતો રોડ બંધ થઈ ગયો હતો અને અનેક વાહનચાલકો ફસાયા હતા.જોકે થોડો સમય બાદ વૃક્ષ ને હટાવી વાહનવ્યવહાર પૂર્વવત કરવામાં આવ્યો હતો.
ત્રીજા બનાવમાં હળવદના દેવીપુર ગામે કેટલાક વૃક્ષો થયા ધરાસાઈ થયા હતા તેમજ વધુ પવન ના કારણે બે મકાનના પતરા ઉડી ગયા હતા.ચોથાભાઈ ભરવાડ અને સેલાભાઈ ભરવાડના મકાનના પતરા ઉડી ગયા હતા અને અન્ય પરચુરણ નુકશાન પણ થયું હતું.જોકે આ તમામ બનાવમાં સદનસીબે જાનહાની થઇ ન હતી.