હળવદ પંથકમાં બ્રાહ્મણી નદીમાં ધમધમતા રેતી ચોરનીના કાળા કારોબાર પર ખાણ ખનીજ અને પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી ગેરકાયદે રેતી ખનન કરતાં ૧૧ ડમ્પર સાથે ૧.૫ કરોડ મુદ્દામાલ જપ્ત કરતા રેત માફીયાઓમાં ફફડાટ ફેલાયો છે.
વિગત મુજબ હળવદ પંથકમાં આવેલ બ્રાહ્મણી નદીમાં રેતી ચોરી થતી હોવાની પોલીસને કાને વાત પડતા મોરબી ખાણ ખનીજ વિભાગ અને પોલીસે સંયુકત ઓપરેશન હાથ ધરી દરોડો પડ્યો હતો. રેઇડ દરમિયાન હળવદ હાઈવે રોડ પર ગેરકાયદેસર પાસ પરમીટ વગર રોયલ્ટી વિના રેતી ખનન વહન કરતાં ૧૧ ડમ્પરો પોલીસે ઝડપી લીધા હતા. પોલીસ અને ખાણ ખનીજ વિભાગ દ્વારા ૪૦૦ ટન ચોરાઈ રેતી સાથે ૧.૫ કરોડનો મુદ્દામાલ જપ્ત કરી હળવદ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો હતો.
આગામી સમયમાં પણ ખાણ ખનીજ વિભાગ અને હળવદ પોલીસ દ્વારા રેતી માફિયાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે