ધારાસભ્ય,અધિકારીઓ, આગેવાનો, સાથે તૈયારીઓની સમીક્ષા કરીને લોકોની સલામતી-સુરક્ષાના મુદે કોઇપણ ચૂક ન રહી જાય તે જોવા વહીવટીતંત્રને સુચન કર્યું
મોરબી જિલ્લામાં બિપરજોય વાવાઝોડાના કારણે કોઇપણ પ્રકારની જાન-માલની નુકસાની ન થાય તે માટે વહીવટીતંત્ર દ્વારા પૂરતી તૈયારી કરવામાં આવી છે. ત્યારે બુધવાર બપોરે હળવદ મામલતદાર કચેરી ખાતે ધારાસભ્ય,અધિકારીઓ,આગેવાનો સાથે તૈયારીની સમીક્ષા માટે મંત્રી કનુભાઈ દેસાઈએ વહીવટીતંત્ર સાથે બેઠક યોજીને જિલ્લા કલેકટર પાસેથી અત્યાર સુધી કરાયેલી તમામ તૈયારીની વિગતો જાણીને ખાસ કરીને રણકાંઠાના વિસ્તારમાં કાચા મકાનમાં તથા નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોનું સલામત સ્થળે સંપૂર્ણ સ્થળાંતર કરવા સુચના આપી હતી. આ સાથે વાવાઝોડા બાદ ઉપસ્થિત થનાર પરિસ્થિતિને પહોંચી વળવા અત્યારથી જ એકશન પ્લાન તૈયાર કરવા તેમાં ખાસ કરીને ભોજન, પાણી, વીજળી અને આરોગ્યની સુવિધા તત્કાલ પૂર્વવત થાય તે જોવા તાકીદ કરી હતી. આ બેઠક દરમિયાન અધિકારીઓ ને તૈયારી અંગે સમીક્ષા કરીને જરૂરી સૂચના આપી હતી.
સમીક્ષા બેઠક માં અત્યાર સુધી થયેલા સ્થળાંતર સહિતની વિગતો મેળવી,તેમજ વાવાઝોડાની સ્થિતિ દરમિયાન સંચાર વ્યવસ્થા જળવાઇ રહે, ત્વરાએ ઇલેકટ્રીક સપ્લાર્ય પુર્વવત થાય, રસ્તા બ્લોક ન રહે, આરોગ્ય સુવિધા ત્વરીત મળી રહે તે જોવા સૂચના આપી હતી. આ સાથે શેલ્ટર હોમમાં તમામ પ્રકારની જીવન જરૂરીયાતની ચીજો રાખવા જણાવ્યું હતું.
મંત્રી કનુભાઈ એ બેઠકમાં ઝીરો કેઝ્યુઆલટીના અભિગમ સાથે કામગીરી કરવાનો તંત્રને આદેશ આપ્યો હતો. ખાસ કરીને પ્રાથમિક જરૂરીયાત જેવી કે, વીજળી, પાણીની વિતરણ સુવિધા અને કમ્યુનિકેશન નેટવર્ક વહેલી તકે ફરીથી સ્થાપિત થઇ શકે તે બાબતની ખાસ તકેદારી રાખવા જણાવ્યું હતું.
વાવાઝોડા બાદ આરોગ્ય સેવા સુદ્રઢ રહે તે માટે અત્યારથી જ જહ તાલુકાના મુખ્ય તથા અન્ય આરોગ્ય કેન્દ્રોમાં બેડ, તથા અન્ય આનુસંગિક વ્યવસ્થા અંગેની ચકાસણી હળવદ સરકારી હોસ્પિટલ એ જાતે કરી હતી.બજરગદળ દ્વારા લોહાણા મહાજન વાડી ખાતે ભોજન,ફુડ પેકેટ સહિતનુ આયોજન કરવામાં આવ્યું છે.જેની મુલાકાત કરી હતી,
આ સમીક્ષા બેઠકમાં મોરબી જિલ્લા પ્રભારી સચિવ મનિષા ચંદ્રા, જિલ્લા કલેક્ટર જી. ટી. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજા, મોરબી-માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા,હળવદ ધાંગધ્રા ના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોર,મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી,મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શિહોરા, હળવદ-માળીયા પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્ય, હળવદ નાં અધિકારીઓ રાજકીય આગેવાનો,વગેરે ઉપસ્થિત રહ્યા હતા.