મિશન લાઈફ કાર્યક્રમ અંતર્ગત ટંકારા તાલુકાના મિતાણા ગામે સાયકલ રેલી યોજી નગરજનોને ક્લાઈમેટ ચેન્જ અને રિન્યુએબલ એનર્જી અંગે માહિતગાર કરવામા આવ્યા આ તકે તાલુકાના નામાંકિત અગ્રણી હાજર રહ્યા હતા.
હાલે ક્લાઈમેટ ચેન્જ ના કારણે વિશ્ર્વના પર્યાવરણ અને જીવનચક્રમા મોટા ફેરફારો આવ્યા છે ત્યારે મિશન લાઈફ કાર્યક્રમ અંતર્ગત લોકો જાગુત બને અને પર્યાવરણ ઉપર થતી આડ અસર ઓછી કરે એ માટે ટંકારા ફોરેસ્ટ વિભાગ દ્વારા મિતાણા ગામે તાલુકાના અગ્રણી આગેવાનો અધિકારીઓ બાળકો અને પર્યાવરણ પ્રેમીની ઉપસ્થિતમા સાયકલ રેલી હોડીગ સુત્રો અને મિટીંગ યોજી લોકોને જાગૃત કર્યા હતા.
જળવાયુ પરિવર્તનની અસરો સામે લડવા માટે ગુજરાત માથી શરૂ કરવામા આવેલ મિશન લાઈફ આપણને પર્યાવરણની સુરક્ષા માટે પ્રેરણા આપશે. આપણે આપણી જીવનશૈલી બદલીને પર્યાવરણને ખરાબ સંકટથી બચાવી શકીએ છીએ. રિન્યુએબલ એનર્જી અને પર્યાવરણ સંરક્ષણ માટે કામ શરૂઆત થકી ક્લાઈમેટ ચેન્જ અસર ધટાડી શકશુ.
આ તકે રેન્જ ફોરેસ્ટ ઓફિસર એન એસ ખાફિફ, ફોરેસ્ટર મેહુલ સંધાણી, અલ્તાફભાઈ તાલુકા પંચાયતના કારોબારી અરવિંદ દુબરીયા આગેવાનો સરપંચો સહિતના જોડાયા હતા.