Wednesday, November 13, 2024
HomeNewsMorbiબંધુનગર નજીક બાઇકને હડફટે લેતા મહિલાનું મોત / રાજકોટ હાઇવે પર પાસે...

બંધુનગર નજીક બાઇકને હડફટે લેતા મહિલાનું મોત / રાજકોટ હાઇવે પર પાસે બાળકીનું મોત

 

- Advertisement -
- Advertisement -

મોરબી-વાંકાનેર હાઇવે રોડ ઉપર બંધુનગર નજીક અજીતભાઇ જીવાભાઇ અંબાલીયા તથા તેની પત્ની પ્લેઝર નં. જીજે ૦૩ ઈડી ૬૫૨૬ પર જતા હતા. તે દરમ્યાન ચામુંડા હોટલ સામે મો.સા.ને ટ્રક નંબર જીજે ૨૭ ટીટી ૩૯૫૧ના ચાલકે પુરઝડપે પાછળથી હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં અજીતભાઇના પત્ની પર ટ્રકનુ વ્હીલ ફરી વળતા ગંભીર ઇજા થતા તેનું મોત નીપજ્યું હતું. તેમજ ટ્રકચાલક પોતાનો ટ્રક લઇ નાશી ગયો હતો જેમાં તાલુકા પોલીસે ટ્રકચાલકને પકડવા તજવીજ હાથ ધરી છે.

મોરબી રાજકોટ હાઇવે પર પાસે બાળકીનું મોત

મોરબી રાજકોટ હાઈવે પર ટંકારાના છતર ગામે રહેતા પવનભાઈ પાતલીયાભાઈ નિગવાલ અને તેના પત્ની રોશનબેન નજીકમાં આવેલ વાડીએ મજુરી કામ માટે ગયેલ હોય અને બપોરના સમયે મજુરી કામ કરી જમવા માટે નીકળતા મોરબી રાજકોટ રોડ ક્રોસ કરી પોતાની વાડીએ જતા સમયે સફેદ કલરની ફોરવ્હીલ ગાડી જીહે ૦૩ એલએમ ૫૭૨૭ પુર ઝડપે આવી ફરિયાદી પવનભાઈની ચાર વર્ષની દીકરી દિપાલીને હડફેટે લઇ માથામાં ગંભીર ઈજા થતા સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવી હતી.બનાવની જાણ થતા ટંકારા પોલીસે સ્થળ પર દોડી જઈને કારચાલક વિરુદ્ધ ગુનો નોંધાવતા પોલિસે કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!