Wednesday, January 15, 2025
HomeGujaratમોરબી રાજકોટ હાઇવે પર લજાઈ ગામ નજીક બાઈક, ટ્રક વચ્ચે અકસ્માત: બાઈકસવારનું...

મોરબી રાજકોટ હાઇવે પર લજાઈ ગામ નજીક બાઈક, ટ્રક વચ્ચે અકસ્માત: બાઈકસવારનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત

બાઈક અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતથી મોરબી રાજકોટ હાઇવે રાકતરંજીત બન્યો છે લજાઇ ગામ પાસે બાઈક અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. જયારે ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડયા છે.

- Advertisement -
- Advertisement -

મોરબીથી રાજકોટને જોડતા હાઇવે પર આવેલ લજાઈ ગામ નજીક આજે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માતની ઘટના બની હતી. આ બનાવમાં ડબલસાવરી બાઇકને બેકાબુ ટ્રકએ ટક્કર મારતા બાઇકમાં સવાર ટંકારાના રહેવાસી રહીમભાઈ અલાદીનભાઈ ચૌધરી નું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે ઉસમાનભાઈ વલીમામદ મેસાનિયાને ગંભીર ઇજા પહોંચી હતી. જેને પગલે ઈજાગ્રસ્તને તાબડતોબ સારવાર અર્થે 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મૃતક અને ઇજાગ્રસ્ત બન્ને ટંકારાના રહેવાસી અને મોમીન સમાજના હોય આથી ટંકારા સીવીલ હોસ્પિટલ ખાતે સમાજ ના અગ્રણીઓ સહિત ટોળેટોળાં ઉમટી પડ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!