સમગ્ર ભારતમાં ત્રીજી લહેર ના ભણકારા વચ્ચે દરેક જગ્યા એ કોરોના ના કેસો વધી રહ્યા હતા પણ આ ત્રીજી લહેર માં મોટા ભાગ ના લોકો એ રસી લીધેલ હોવાથી ત્રીજી લહેર ઘાતક બની ન હતી .
એ જ રીતે મોરબી માં પણ છેલ્લા કેટલાક સમય થી કોરોના ના કેસો આવતા હતા જોકે અંત માં ધીમે ધીમે કોરોના સંક્રમણ ઓછું થયું હતું અને ડ્દર્દીઓ ને સ્વસ્થ થવાનો દર પણ ઊંચો હતો જેથી મોરબી જિલ્લા માં કેટલાક મહિનાઓ પછી આજે એક પણ નવો કેસ નોંધાયો નથી અને છેલ્લા એક દર્દી આજે સ્વસ્થ થતા એક્ટિવ કેસ નો આંકડો પણ શૂન્ય થઈ જતા મોરબી ના લોકો અને તંત્ર એ હાશકારો અનુભવ્યો છે.
સાથે સાથે મોરબી ની પ્રજા એ પણ આ જ રીતે જાગૃત રહે તો આવી કોરોના જેવી મહામારી નો સામનો સફળ રીતે કરી શકાય અને હજુ પણ જે લોકો એ વેકસીન લીધેલ નથી અથવા પ્રથમ ડોઝ લીધેલ હોય પછી બીજો ડોઝ લેવાનો બાકી હોય તો સમયસર એ પણ લઈ લેવો જરૂરી છે જેથી ભવિષ્યમાં પણ આ પ્રકાર ની પરિસ્થિતિ ઉભી થાય તો પણ એ જીવલેણ સાબિત ન થાય.