મોરબીમાં ચૂંટણી પૂર્વે રાજકીય કાવાદાવા શરૂ થઈ ચૂક્યા છે ત્યારે ભાજપના પૂર્વ આગેવાન દ્વારા જ હાલના ભાજપ ના સંભવિત ઉમેદવારને પાડી દેવા ખુદ ભાજપ દ્વારાજ અપક્ષ માં ઉમેદવાર ઉભો કરવાની હિલચાલ.
મોરબીમાં ચૂંટણી ના પડઘમ શરૂ થઈ ચૂક્યા છે ત્યાર મોરબી શહેરમાં “ઘર ક ભેદી લંકા ઢાએ” આ કહેવત સાર્થક થતી હોય એવો ઘાટ સર્જાયો છે જેમાં મોરબી માળીયા વિધાનસભા ના કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્ય બ્રિજેશ મેરજા દ્વારા અચાનક રાજીનામું ધરી દેવામાં આવ્યું હતું જેના લીધે મોરબી વાસીઓમાં નારાજગી જોવા મળી હતી ત્યારે ફરી બ્રિજેશ મેરજા નું નામ ભાજપ તરફથી સંભવિત ઉમેદવાર તરીકે ચર્ચામાં આવતા કોંગ્રેસ પહેલા તો ભાજપમાં જ પૂર્વ આગેવાનને જ અસંતોષ ઉભો થયો હતો જે ભાજપના કાર્યક્રમોમાં પણ જોવા મળી રહ્યો હતો ત્યારે પેટા ચૂંટણી પૂર્વે જ ભાજપના આગેવાન દ્વારા જો પોતાને ટિકિટ ન મળે તો ભાજપનને જ હરાવવાનું મન બનાવી લીધું છે તેવી લોક ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે આ માટે એક યુવક ને અપક્ષમાં ઉભો કરી અને ખુદ ભાજપના જ આગેવાન દ્વારા ભાજપને હરાવવા મોટું ષડયંત્ર ઘડ્યા હોવાની ચર્ચા પણ જોરશોરથી ઉપડી છે જો કે અપક્ષ તરીકે આવતા ઉમેદવાર રાતોરાત જ મોરબીના પ્રાણ પ્રશ્નો માટે ઝંડો લઈ ન્યાય માટે લડાઈ કરવા લાગ્યા એ ઘણું અચરજ પમાડે તેવું છે કેમ કે આટલા સમય થી મોરબીની જનતાને જરૂર હતી ત્યારે ક્યાં ગયા હતા આવા આગેવાનો ? જો કે હાલ તો ભાજપના આગેવાન દ્વારા જ ભાજપ ને હરાવવાની ચર્ચાઓ શહેરભરમાં આવતાં મોરબી વાસીઓ પણ સ્વચ્છ અને નૈતિક છાપ ધરાવતા નેતાને ટિકિટ મળે એવું ઈચ્છી રહી છે ત્યારે શું આવો નેતા મળશે એ મોટો પ્રશ્ન છે હાલ મોરબીમાં કોંગ્રેસનું કામ ભાજપના જ વિઘ્ન સંતોષી તત્વો કરી રહ્યા હોવાની વાતે લોકોમાં ચૂંટણી પૂર્વે જ માહોલ ગરમ કરી દીધો છે.