Thursday, December 26, 2024
HomeNewsMorbiમોરબીમાં મહિલાઓ વચ્ચે મારમારી / જુગાર પકડાયો / જૂની અદાવતમા માર માર્યો 

મોરબીમાં મહિલાઓ વચ્ચે મારમારી / જુગાર પકડાયો / જૂની અદાવતમા માર માર્યો 

 

- Advertisement -
- Advertisement -

મોરબીના મકનસરમાં જુના ઝઘડાનું મનદુઃખ રાખી બે મહિલાઓ વચ્ચે માથાકૂટ પોલીસ ફરીયાદ નોંધાઇ
મોરબીના મકનસર ગામ નજીક આવેલા પ્રેમજીનગરમાં રહેતા રેખાબેન સંજયભાઈ ઉર્ફે પ્રેમજીભાઈ પરમાર નામની મહિલાને પાડોશમાં રહેતા કોકિલાબેન જયેશભાઇ શેખવા સાથે અગાઉના ઝઘડાનું મનદુઃખ ચાલતું હતી અને તેને લઈ બન્ને મહિલાઓ વચ્ચે માથાકૂટ થઈ હતી આ મુદ્દે બન્ને મહિલાઓએ ઝપાઝપી કર્યા બાદ ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ બનાવની મોરબી તાલુકા પોલીસ દ્વારા મહિલાની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.

મોરબી તાલુકા પોલીસે રાજપર ગામે જાહેરમાં જુગાર રમતા ચારને પકડી પાડ્યા

મોરબી તાલુકા પોલીસે રાજપર ગામના નવા પ્લોટમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે જાહેરમાં ગંજીપતાના પાના-પૈસા વડે જુગાર રમતાની બાતમી મળતા રેડ કરતાં દેવજીભાઇ ખીમજીભાઇ સનારીયા, મનજીભાઇ દેવજીભાઇ વરસડા, ભુપતભાઇ જાદવજીભાઇ દેત્રોજા તથા ભુપતભાઇ ભવાનભાઇ બોહકીયાને ઝડપી પાડવામાં આવ્યા છે. તેમજ પોલીસે રોકડ રૂ. 8,630 જપ્ત કર્યા છે. અને પોલીસે આરોપીઓની અટકાયત કરી છે.

ટંકારામાં અંગત અદાવત મામલે યુવાનને માર માર્યો
ટંકારામાં અંગત અદાવત મામલે યુવાનને માર માર્યો હોવાની ફરિયાદ નોંધાઇ છે. જેમાં ટંકારાના વિરપર ગામે ધર્મશાળાની બાજુમા રહેતા સુરેશભાઇ પાલાભાઇ ચાવડા (ઉ.વ.૩૮) એ આરોપીઓ જયદિપભાઇ ઉર્ફે ઘોઘો લક્ષ્મણભાઇ ચાવડા, વિનોદભાઇ કરશનભાઇ, પ્રવિણભાઇ કરશનભાઇ સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.૨૪ના રોજ રાત્રીના સાડા આઠેક વાગ્યાના અરસામા ફરીયાદી સાથે આરોપીઓએ ઝપાઝપી કરી માર મારી મુંઢ ઇજાઓ કરી છરી લઇને તથા લોખંડનો પાઇપ લઇને આવી આરોપીઓએ ગાળો આપી મારી નાખવાની ધમકીઓ આપી હતી. ટંકારા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!