Monday, December 23, 2024
HomeGujaratમોરબી જિલ્લા વિકાસ અધિકારી અને શિક્ષણાધિકારીએ બોલતી બજારની મુલાકા લઈ શિક્ષિકાનુ સન્માન...

મોરબી જિલ્લા વિકાસ અધિકારી અને શિક્ષણાધિકારીએ બોલતી બજારની મુલાકા લઈ શિક્ષિકાનુ સન્માન કર્યું

ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે શિક્ષિકા ગીતાબેન સાંચલા દ્વારા તૈયાર કરેલ “બોલતી બજાર”ની મોરબી જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.જાડેજા અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પી.વી.અંબારીયા દ્વારા ખાસ સમય ફાળવી મુલાકાત લેવામાં આવી. તેમજ ગીતાબેનને સન્માન પુષ્પ આપી પ્રોત્સાહિત કર્યા હતા.

- Advertisement -
- Advertisement -

તેમજ સમગ્ર જિલ્લામાં આવી કામગીરી કરવાનું આયોજન કરવા તૈયારી દર્શાવી હતી સાથે સાથે હરબટીયાળી પ્રાથમિક શાળામાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટનું ઓપનિંગ પણ કરવામાં આવ્યું હતું.

આ તકે નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.આર.ગરચર સાહેબ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જારીયા સાહેબ, નાયબ ડીપીસી પ્રવીણભાઈ ભોરણીયા, ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તેમજ બી.આર.સી.કો-ઓર્ડીનેટર કલ્પેશભાઈ ફેફર, મહામંત્રી વિરમભાઈ દેસાઈ, રાજય પ્રતિનિધિ ચુનીલાલ, તાલુકા પંચાયતમાંથી જતીનભાઈ ચાવડા, સી.આર.સી. કૌશિકભાઈ, ગામના સરપંચ દેવરાજભાઈ, તલાટી મંત્રી દિવ્યેશભાઈ,આચાર્ય મગનભાઈ, તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!