Tuesday, May 7, 2024
HomeGujaratજુની પેન્શન યોજના શરુ કરાવવાની માંગ સાથે ધારાસભ્યને આવેદન આપતું મોરબી જિલ્લા...

જુની પેન્શન યોજના શરુ કરાવવાની માંગ સાથે ધારાસભ્યને આવેદન આપતું મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ

નવી પેન્શન યોજના બંધ કરી જુની પેન્શન યોજના શરુ કરાવવાની માંગ સાથે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના નેજા હેઠળ હળવદ, ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોતમભાઈ સાબરિયાને આવેદન આપવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

નવી પેન્શન સ્કીમ બંધ કરી જૂની પેન્શન સ્કીમ ચાલુ કરવાની માંગ સાથે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ ઘનસ્યામભાઈ દેશરીયા અને મહામંત્રી દિનેશભાઇ હુંબલ સહિતનાઓએ રજુઆતમાં જણાવ્યું કે તા.૦૧/૦૪/૨૦૦પ થી નવી પેન્શન યોજનાનો અમલ કરવામાં આવી રહ્યો છે. ત્યારે તા.૦૧/૦૪/૨૦૦૫ પહેલા નોકરીમાં જોડાયેલા અમારા શિક્ષકો જુની પેન્શન યોજના મેળવવા માટેના હકદાર છે જ પરંતુ તા.૦૧/૦૪/૨૦૦૫ પછી સેવામાં જોડાયેલા શિક્ષકોને પણ જુની પેન્શન યોજનાનો લાભ મળવો જોઈએ કારણ કે 30 થી ૩૫ વર્ષ જેટલી નોકરી પૂર્ણ કરી જયારે શિક્ષક નિવૃત થાય છે ત્યારે શિક્ષકને નવી પેન્શન યોજનામાં નજીવી રકમ પેન્શન
રૂપે મળે છે,
જેથી જુની પેન્શન યોજના ચાલુ કરવા વિવિધ સ્તરે આંદોલન કાર્યક્રમો ચલાવી રહ્યા છીએ.અગાઉ રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, શિક્ષણ મંત્રીને જુની પેન્શન યોજના ચાલુ કરવા રજૂઆત
કરવામાં આવેલ છે. આ સંદર્ભે દિલ્લી જંતર મંતર ખાતે ધરણા તથા આંદોલનના કાર્યક્રમો પણ કરવામાં આવેલ છે રજૂઆત અને આંદોલનના પરીણામ સ્વરૂપ કેટલાક રાજ્યમાં જુની પેન્શન યોજનાની અમલવારી પણ કરવામાં આવી રહી છે. પરંતૂ ગુજરાતમા નવી પેન્શન યોજના અમલી છે તેની જગ્યાએ જુની પેન્શન યોજના ચાલુ કરવા માટે ગુજરાતના બે લાખ શિક્ષકોની માંગણી છે જે અંગે ઘટતું કરવા રાજુઆતમાં જણાવાયુ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!