પકડાયેલા આરોપી રમેશ કાવર અને પ્રવીણ પટેલે હીરાના વેપારી ફરીયાદી મહેશભાઈ વાઘાણી પાસેથી કાચા હીરાનો સાડા છ લાખ રૂપિયાનો માલ લઈ અને પરત ન આપતા પોલીસ ફરીયાદ નોંધાઇ હતી
મોરબી એસપી એસ આર ઓડેદરા ની સૂચનાથી ડીવાયએસપી રાધિકા ભારાઈ સહિતની ટીમે છેતરપીંડી આચરી નાસતા ફરતા બંને આરોપીઓની ધરપકડ કરી છે જેમાં સુરત શહેરના મહિધરપુરા વિસ્તારમાં હીરાના વેપારી મહેશ જીવરાજભાઈ વાઘાણી સાથે વર્ષ ૨૦૧૬માં છેતરપીંડી કરી અને નાસતા ફરતા આરોપીને મોરબીથી પકડી પાડ્યા છે જેમાં ફરીયાદી મહેશ વાઘાણી એ વર્ષ ૨૦૧૬ માં સુરતના મહિધરપુરા પોલીસમથકમાં ૨૦-૧૨-૨૦૧૬ના રોજ ફરીયાદ નોંધાવી હતી મૂળ મોરબીના માળિયા મી.ના લક્ષ્મીવાસ ગામના અને હાલ મોરબી રવાપર રોડ પર આવેલી ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા રમેશ કરશનભાઇ કાવર અને મૂળ જામનગરના ફલ્લા ગામના હાલ સુરત વરાછા રોડ પર રહેતા પ્રવીણ લીંબાભાઇ રાણીપાએ તેના ૬૯.૬૫ કેરેટના કાચા હીરા કિંમત રૂપિયા ૪.૮૭.૫૫૦/- અને ૪૪.૮૦ કેરેટના કાચા હીરા કિંમત રૂપિયા ૧,૪૦,૨૬૮/- મળી કુલ રૂપિયા ૬,૨૭,૮૧૮/-ની છેતરપીંડી આચરી છે જેમાં આ બંને આરોપીઓ વર્ષ ૨૦૧૬ થી જ પોલીસ પકડથી દૂર હતા જેમાં આ બંને આરોપીઓ મોરબી શહેરના એ ડિવિઝન પોલીસમથક વિસ્તારમાં હોવાની માહિતી મળતા જ ડીવાયએસપી સહિતની ટીમે બંને આરોપીઓની ધરપકડ કરી એ ડિવિઝન પોલીસને સોંપ્યા છે અને બાદમાં સુરત શહેરના મહિધરપુરા પોલીસને જાણ કરી બંને આરોપીઓને તેને સોંપવા તજવીજ હાથ ધરી છે ત્યારે મોરબી ડીવાયએસપી રાધિકા ભારાઈ સહિતની ટીમને નાસતા ફરતા બંને આરોપીઓને પકડી પાડવામાં સફળતા મળી છે.