ઉલ્ટા ચોર કોટવાલ કો ડાટે ! મોરબીમાં સીમોલા સીરામીક યુનિટના માલિકે મજૂરીના બાકી નીકળતી રકમ ચુક્વવાને બદલે ગાળો આપી અને જાનથી મારી નાખવાની ધમકી આપતા જીલ્લા પોલીસવડાને લેખિત ફરીયાદ
કોન્ટ્રાક્ટર દ્વારા નીચી માંડલ ગામ પાસે આવેલા સિમોલા સીરામીકના માલિક દ્વારા જૂન માસમાં એક વર્ષનો સ્ટેમ્પ પેપર પર પેકેજીગનો કોન્ટ્રાક્ટ કર્યા રૂપિયા ન ચૂકવી અને ફોનથી બીભત્સ ગાળો આપી ધમકી આપ્યાની એસપીને લેખિત ફરિયાદ કરી ન્યાય માટે માંગ કરી : સીરામીક માલિક રૂપિયા ન આપી ફોનમાં બીભત્સ ગાળો બોલી લાજવાને બદલે ગાજી અને ધમકી આપી રહ્યો છે.
મોરબીમાં અમુક સીરામીક યુનિટો દ્વારા અવાર નવાર શ્રમિકોને રૂપિયા ન ચુકવવા અને પગાર ન આપવાની ઘટનાઓ ભૂતકાળમાં અવકાશમાં આવી છે ત્યારે ઉલ્ટા ચોર કોટવાલ કો ડાટે ! મોરબીમાં સીમોલા સીરામીક યુનિટના માલિકે મજૂરીના બાકી નીકળતા રૂપિયા માંગવા ફોન કરતા રૂપિયાને બદલે મળી ગાળો આપી અને જાનથી મારી નાખવાની ધમકી : જીલ્લા પોલીસવડાને લેખિત ફરીયાદ કરાઇ છે
મોરબીના સમાકાંઠે રામકૃષ્ણમાં રહી કોન્ટ્રાક્ટ રાખી ગુજરાન ચલાવતા અમિત સુરેશભાઈ ખરચરિયાએ મોરબી એસપીને પરેશ જેરામભાઈ ધોરીયાણી વિરુદ્ધ લેખિત ફરિયાદ કરી ન્યાય માટે માંગ કરી છે આ અરજી ફરીયાદમાં અરજદાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે મોરબી નીચી માંડલ નજીક આવેલા સિમોલા સીરામીકમાં 05/06/2020 ના રોજ શરતો અને નિયમોના આધીન સિમોલા સીરામીકના માંલીક પરેશ જેરામભાઈ ધોરિયાણી સાથે એક બીજાની સમજુતીથી વકીલ નોટરી કરી પેકેજીંગનો કોન્ટ્રાક્ટ રાખ્યો હતો જેમાં આ કોન્ટ્રાક્ટ છોડવા પૂર્વે ત્રણ માસ પૂર્વે નોટીસ આપી જાણ કરવા અને સમયસર પગાર ન ચૂકવે તો કાયદેસરની કાર્યવાહી કરવા કરાર કર્યો હતો
જેમાં આ કોન્ટ્રાક્ટ હેઠળ ૩૦ થી ૩૨ જેટલા શ્રમિકો સિમોલા સીરામીકની જ ઓરડીમાં રહી અનેં ત્યાં કોન્ટ્રાક્ટમાં દર્શાવ્યા મુજબનું કામ કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા હતા ત્યારે માલિક પરેશ જેરામભાઈ ધોરિયાણી દ્વારા ગત તા.૩૧-૦૮-૨૦૨૦ ના રોજ અચાનક જ કોન્ટ્રાક્ટર અરજદાર અમિત સુરેશભાઈ ખરચરીયાને મજૂરોને કામ પર ન મોકલાવા કરારમાં દર્શાવ્યા મુજબ તેઓને ત્રણ માસ પૂર્વે કોઈ લેખિત કે મૌખિક જાણ કરવાની જગ્યાએ સીધું જ કામ પર ન મોકલતો તેમ કહી દીધું હતું જયારે અરજદાર કોન્ટ્રાક્ટર દ્વારા આજદિન સુધીના લેવાના ૧,૧૨,૦૦૦/- રૂપિયા માંગતા સિમોલા સીરામીકના માલિક પરેશ જેરામભાઈ ધોરિયાણી ઉશ્કેરાઈ ગયા હતાં અને ફોન કરી બીભત્સ અપશબ્દો બોલી રૂપિયા નથી આપવા જે થાય તે કરી લે તેમજ તારે જ્યાં ફરીયાદ કરવી હોય ત્યાં કર હું કોઈથી ડરતો નથી ,તું ભેગો થાકહી તારા ટાંટિયાં ભાંગી નાખવા છે તેવું કહી જાનથી મારી નાખવાની ધમકી આપી છે જેથી ડરી ગયેલા કોન્ટ્રાક્ટર અમિત સુરેશભાઈ ધોરિયાણી દ્વારા મોરબી જીલ્લા પોલીસ વડાને સિમોલા સીરામીકના માલિક પરેશ જેરામભાઈ ધોરીયાણી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા અને ફોનમાં ધમકી આપ્યાના રેકોર્ડીંગ તેમજ નોટરીનકોન્ટ્રાક્ટ કરેલા પુરાવાઓ સાથે લેખિત ફરિયાદ અરજી કરી ન્યાય માટે માંગ કરી છે.
ઉલ્લેખનીય છે કે મોરબીના સીરામીક યુનિટમાં લાખો શ્રમિકો કામ કરી પોતાનો પરસેવો પાડી કાળી મજૂરી કરી પોતાના પરિવારનું પેટિયું રડતા હોય છે ત્યારે સીરામીક ના માલિકો પણ તેઓની પુરી કાળજી લેતા હોય છે પરંતુ સિમોલા સીરામીકના માલિક પરેશ જેરામભાઈ ધોરીયાણી મજૂરોના હક્કના રૂપિયા ન આપી અને લાજવાને બદલે ગાજી રહ્યા હોવાનું કોન્ટ્રાક્ટર માં ફોન રેકોર્ડીંગ પરથી સાબિત થાય છે જે ભાષા અન્ય મોરબીના પ્રતિષ્ઠિત સીરામીક માલિકોને પણ શરમાવે તેવી છે ત્યારે ક્યાંય ન પહોંચી શકતા કોન્ટ્રાક્ટર દ્વારા અંતે મોરબી જીલ્લા પોલીસ વડા પાસે સીરામીક માલિકને પાઠ ભણાવવા ન્યાય માટે ધા નાખી છે.