મોરબીના ઘૂટુ ખાતે આવેલા આઇસોલેશન વોર્ડમાં જ ગંદકીના ગંજ : કોરોના દર્દી સ્વસ્થ થવાના બદલે થઈ રહ્યા છે બીમાર : દર્દીએ વિડીયો બનાવી ઉઠાવ્યા સવાલો
મોરબીમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને રાખવા માટે ઘુટુ રોડ પર આવેલા નવા આઈટીઆઈ ખાતે આઇસોલેશન વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે જેમાં આ આઇસોલેશન વોર્ડમાં કોરોનગ્રસ્ત દર્દીને કોર્નટાઈન રાખવામાં આવે છે પરંતુ કોરોનગ્રસ્ત દર્દીને આવેલી જગ્યાએ જ ગંદકી હોવાના વીડિયો દર્દીએ જાહેર કર્યા છે જેમાં દર્દીઓએ વિડીયો જાહેર કરી જણાવ્યું છે કે અહીંયા સ્વસ્થ થવાના બદલે અમારી તબિયત બગડી રહી છે કોઈ જ સાફ સફાઈ રાખવામાં નથી આવી રહી ટોયલેથી લઈને બાથરૂમમાં અસહ્ય ગંદકી ખડકાઈ છે અને મોરબી આઇટીઆઈ ખાતે આવેલા આઇસોલેશન વોર્ડમાં દર્દીઓ તમામ સુવિધાઓથી વંચિત છે તંત્ર ફક્ત અહીંયા મુકીને ચાલ્યું જાય છે ત્યારે આ ગંદકીને ત્વરિત દૂર કરવામા આવે અથવા દર્દીઓ માટે અન્ય જગ્યાએ આઇસોલેશન વોર્ડની સુવિધા કરવામા આવે જો કે આ જ સ્થિતિ મોરબી સિવિલમાં પણ જોવા મળે છે ત્યારે કોરોના ગ્રસ્ત દર્દીઓએ ફરજિયાત આઇસોલેશન હેઠળ રહેવું પડે છે પરંતુ અમુક લાગતા વળગતા લોકોને તેના હેઠળ નથી પણ રાખવામા આવતા તેઓને પોતાની ખાનગી જગ્યાએ અને અનુકૂળ વાતાવરણ વચ્ચે રહેવાની છૂટ આપવમાં આવે છે આ નિયમો ફક્ત સામાન્ય માણસો માટે જ હોય તેવો ઘાટ પણ સર્જાયો છે ત્યારે આ કોરોનાથી આર્થિક માનસિક અને શારિરીક રીતે તકલીફ પણ માં પણ સામાન્ય અને મધ્યમ વર્ગ જ પીલાઈ રહ્યો છે જે આ વીડિયો સ્પષ્ટતા કરી રહ્યો છે જો કે આ આઇસોલેશન વોર્ડમાં સફાઈ ક્યારે કરવામાં આવશે ? એ કહેવું મુશ્કેલ છે ત્યારે દર્દીએ પોતાની આપવીતી જણાવી આ પ્રશ્ન અધિકારીઓ સુધી પહોંચે અને તેનો નિકાલ આવે તેવી આશા વ્યક્ત કરી છે