મોરબી જીલ્લામાં કોરોનાના કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે જેમાં ગામડાઓ સુધી પણ કોરોના પહોંચી ગયો છે ત્યારે ટિકર,લુણસર,અને ડાયમંડ નગર સહિતના ગામડાઓ હરકતમાં આવ્યા છે અને ગ્રામજનોએ સ્વયંભુ લોકડાઉન જાહેર કર્યું છે.
મોરબીના પ્રથમ વાંકાનેરના લુણસર ગામે દિવસનુ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે જેમાં
આ ગામે એક જ દિવસમા પાચ કોરોના પોઝીટીવ આવતા પંચાયતે નીર્ણય કરી ગામમા માસ્ક વગર ફરવા પર પ્રતિબંધ લગાવાયો હતો અને ગામમા દુકાનો સજ્જડ બંધ રાખી સ્વયં ભુ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે
જ્યારે હળવદના ટીકર ગામે સાત દિવસનુ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ટિકર ગામે બપોર બાદ તમામ દુકાનો બંધ રાખી ગામમા ફેરીયાઓના આવવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તો મોરબીના ડાયમંડનગર ગ્રામ પંચાયત દ્વારા આજથી તા.દસ દિવસ નું સુધી આંશિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે અને ગામમાં પાનની દુકાન સવારે ૭ થી ૯ તેમજ બપોરે ૧૨ થી ૨ વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે. જ્યારે કરીયાણાની દુકાન સવારે ૭ થી ૧૦ અને સાંજે ૪ થી ૬ જ ખૂલ્લી રહેશે અને ચાર થી વધુ વ્યક્તિઓના ભેગા થવા પર પણ રોક લગાવી દેવામાં આવી છે મોરબીમાં કોરોના પોઝિટિવ કેસ વધતા જઈ રહ્યા છે ત્યારે લોકડાઉન ની જરૂર હવે હોવાથી મોરબીમાં પણ અમુક છુટછાટ આપી લોકડાઉન જાહેર કરવામાં આવે તેવી લોકોએ ઈચ્છા વ્યક્ત કરી છે.