Sunday, December 22, 2024
HomeGujaratMorbiમોરબી જીલ્લામાં ૯૩૫ એકટીવ સર્વેલેન્સની ટીમો ઘરે-ઘરે-જઈને કોવીડ-૧૯ ની કામગીરી શરૂ

મોરબી જીલ્લામાં ૯૩૫ એકટીવ સર્વેલેન્સની ટીમો ઘરે-ઘરે-જઈને કોવીડ-૧૯ ની કામગીરી શરૂ

મોરબી જિલ્લામાં કોવીડ-૧૯ સતત વધતા કોરોના સંક્રમણને નિયંત્રણમાં લેવા ઘરે-ઘરે જઈને ૯૩૫થી વધુ ટીમો દ્વારા ઓક્સીમીટરથી ચકાસણી કામગીરી હાથ ધરવામાં આવી છે. સમગ્ર સર્વેની કામગીરીનો અહેવાલ મોરબી જિલ્લા પ્રભારી સચિવશ્રી મનીષા ચંદ્રા દ્વારા સમિક્ષા પણ કરવામાં આવશે.

- Advertisement -
- Advertisement -

જિલ્લા કલેક્ટરશ્રી જે.બી.પટેલ અને મોરબી જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરાગ ભગદેવના સીધા નિરીક્ષણ હેઠળ આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે સંકલન કરી મોરબી જિલ્લામાં વધી રહેલા કોરોનાના સંક્રમણને નિયંત્રણ કરવા માટે વિવિધ પગલાંઓ લેવાઇ રહ્યા છે ત્યારે સમગ્ર મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો અને શહેરી વિસ્તારોમાં વોર્ડ વાઇઝ એક્ટીવ સર્વેલન્સ ટીમો દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવશે.

મોરબી શહેરમાં કોરોનાને નિયંત્રણ કરવા માટે એક્ટીવ સર્વેલન્સની ટીમો દ્વારા ૧૩ વોર્ડમાં જુદી જુદી જગ્યાએ કાર્યરત કરાઇ છે. શહેરી વિસ્તારની આ એક્ટીવ સર્વેલન્સ ટીમો દ્વારા ઘરે-ઘરે જઈને કોરોનાનો સર્વે શરૂ કરી દેવામાં આવ્યો છે. જે આગામી ૩ દિવસમાં સમગ્ર મોરબી શહેરી વિસ્તારનો સર્વે પૂર્ણ કરશે. આ ટીમો દ્વારા ઓછામાં ઓછા સર્વેના ૧૦ રાઉન્ડ કરવામાં આવશે.

મોરબી શહેરી વિસ્તારો ઉપરાંત સમગ્ર જિલ્લાના ઉપરાત ગ્રામ્ય વિસ્તારના સર્વે કરવા માટે ૪૬૫ એક્ટીવ સર્વેલન્સ ટીમોની રચના કરાઇ છે. એક્ટીવ સર્વેલન્સ ટીમમાં આશા વર્કર, મેલ હેલ્થવર્કર, ફીમેલ હેલ્થવર્કર, મધ્યાહન ભોજનના સંચાલકો, મલ્ટી પર્પઝ હેલ્થવર્કર વગેરે દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં સર્વે કરવામાં આવશે. સર્વેની આ કામગીરી ૩૦ સપ્ટેમ્બર સુધી ચલાવવામાં આવશે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!