મોરબી જીલ્લામાં અવિરત પણે વરસાદ વરસ્યો ત્યારે ખેડૂતોને આશા જાગી હતી અને રવીપાક સારા જશે તેવી શક્યતાઓ સેવાઇ હતી પરન્તુ આભ ફાટે તેવી સ્થિતિ સર્જાઈ જતાં આજે મોરબી જીલ્લાના ખેડૂતો પાયમાલ થઈ ગયા છે કોઈ પણ પાક હોય ખેડૂતોને ફક્ત નુકસાની જ મળી છે.
હળવદના નવા દેવળીયા ગામે ખેડુતોએ ૨૫૦૦ વિઘામાં બાગાયતી પાક ફળ ફૂલનું વાવેતર કર્યું છે જેમાં એક એક દીઠ ચાલીશથી લઈને પચાસ હજાર સુધીનો ખર્ચ થાય છે પરંતુ અવિરત પડેલા વરસાદે ખેડૂતોનો મોમાં આવેલો કોળીયો છીનવી લીધો છે અને તૈયાર બાગાયતી પાક બગડી ગયા છે જેમાં સરકાર તરફથી મોરબી જીલ્લામાં સર્વે માટે 50 ટિમો બનાવવામાં આવી છે ત્યારે હળવદ તાલુકાના નવા દેવળીયા ગામે નુકશાનની સર્વેની ટીમ સર્વે કરવા પહોચતા ખેડૂતોએ હોબાળો કરી અને રોષ વ્યકત કર્યો હતો ખેડૂતોએ જણાવ્યું હતું કે બાગાયતી પાકોમા સર્વેતો થાય છે પરંતુ સહાય ક્યારે? ગતવર્ષની નુકશાનની સહાય હજુ સુધી ખેડુતોને ફાળવવામાં નથી આવી ત્યાં ફરી નવો સર્વે કરી અને સરકાર ખેડૂતોને શુ સમજી બેઠી છે ? આવા અનેક સવાલો સાથે ખેડૂતોએ નવા દેવાળીયા ગામે પહોંચેલી સર્વેની ટીમ પાસે જૂનું વળતર માંગ્યુ હતું અને બાગાયતી વાવેતર કરેલા ખેડુતો સાથે અન્યાય થયાના પણ આક્ષેપો કર્યા હતા આ વર્ષે નવા દેવળીયા ગામે 2500 વિઘામા બાગાયતી પાકમા નુકશાની હોવાનું ખેડૂતોએ જણાવી હૈયા વરાળ ઠાલવી હતી જેમાં દાળમના પાકમા નુકશાનની થતા ખેડુતો દાળમ બહાર ફેકવા મજબુર બન્યા છે
બાગયતી પાકમા એક એકરે ચાલીશ થી પચાસ હજાર સુધીનો ખર્ચો થાય છે જ્યારે બગડેલા બાગાયતી પાકોને કાઢવા માટે વધુ વિસ હજાર નો ખર્ચ કરવો પડે છે જેના હિસાબે ખેડૂતો વધુ પાયમાલી ભોગવવી પડે છે ગત વર્ષની અને આ વર્ષની સહાય તાત્કાલિક ચુકવવા ખેડુતોએ સરકાર પાસે ઉગ્ર માંગ કરી છે અને સર્વે પૂર્ણ ન થાય એ પહેલાં વચગાળાની સહાય ચૂકવવા પણ ખેડૂતોએ માગ કરી છે
મોરબી જીલ્લામાં કપાસ,મગફળી,તલી, સહિતના પાકોમાં પાણી ભરાઈ ગયા છે જેના લીધે ખેડૂતોને ભારે નુક્શાની થવા પામી છે તો બીજી બાજુ ગત વર્ષની સહાય પણ હજુ સુધી ચૂકવવામાં ન આવતાં ખેડૂતોમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે.