મોરબી જિલ્લાના પત્રકાર હરનિશ જોશી અને તેમના પિતા કોરોનાને માત આપી ઘરે પરત ફર્યા : સહ પત્રકાર કર્મીઓએ કેક કાપી હરનિશ જોશીનું ઉમળકા ભેર સ્વાગત કર્યું : લોકોને કોરોનાને સામાન્ય ન સમજે તેવી અપીલ કરી ગાઈડલાઈનનું પાલન કરવા અપીલ કરી
મોરબી જિલ્લામાં કોરોના ભરડો લઈ રહ્યો છે ત્યારે કોરોના વોરિયર્સ પણ covid19 ના સકંજામાં આવી રહ્યા છે જેમાં મોરબી જીલ્લાના VTV ના પત્રકાર હરનીશભાઈ જોશીનો ગઇ તા. ૩૧ઓગસ્ટ ના રોજ કોવિડ૧૯ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો બાદ માં તેઓ કોરોન્ટાઇન થયા હતા અને ૦૮ સપ્ટેમ્બર ના રોજ તેમના પિતા યોગેશભાઈ જોશીને પણ કોવિડ ૧૯ પોઝિટિવ આવતા બન્નેને ખાનગી હોસ્પિટલ માં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હત જ્યાં તેઓને પાંચ દિવસ સારવાર આપવામાં આવ્યા બાદ હોમ કોરોન્ટાઇન કરાયા હતા
જેમાં તમામ ગાઈડલાઈનનું પાલન કર્યા બાદ કોવિડ૧૯ ના રિપોર્ટ કરવામાં આવ્યા હતા જેમાં VTV ના પત્રકાર હરનિશ જોશી અને તેમના પિતા બંનેના રિપોર્ટ નેગેટિવ આવી જતા પરિવારજનો અને ઘેર પરત ફર્યા હતા તો બીજી બાજુ હરનિશ જોશીના મિત્ર વર્તુળ અને પત્રકાર આલમમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે ત્યારે મોરબીના સહ પત્રકાર કર્મીઓએ હરનિશ જોશી કોરોનાની મ્હાત આપી પરત ફરતા કેક કાપી ઉજવણી કરી હતી સાથે જ હરનિશ જોશી દ્વારા પણ લોકોને કોવિડ ૧૯ ને સામાન્ય ન સમજી યોગ્ય ગાઈડલાઈન નું પાલન કરે તેવી લોકોને સલાહ આપી છે.