Wednesday, January 22, 2025
HomeNewsTankaraટંકારાના હડમતીયા નજીક પેટ્રોલ પંપના માલિકને માર મારી કાર સહિતની લૂંટ કરી...

ટંકારાના હડમતીયા નજીક પેટ્રોલ પંપના માલિકને માર મારી કાર સહિતની લૂંટ કરી નાસી છૂટેલા ત્રણ પરપ્રાંતીય પકડાયા : ત્રણની શોધખોળ હાથ ધરી

ટંકારાના હડમતીયા રોડ પર કાર ચાલક પાસેથી કાર અને રોકડ રકમના ધાડ અને લૂંટ કરનાર ત્રણ ઇસમોને મોરબી એલસીબી ટીમે દબોચી લીધા હોય જે ઇસમોએ રાજકોટમાં મોટરસાયકલ ચોરીના ગુન્હાઓને પણ અંજામ આપ્યાનું ખુલ્યું

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લા એસપી એસ આર ઓડેદરાની સુચનાથી એલસીબી પીઆઈ વી બી જાડેજાની ટીમ ચોરી અને લૂંટ સહિતના ગુન્હાઓના ભેદ ઉકેલવા કાર્યરત હોય જેમાં હડમતીયા ગામની સીમમાં આઈ ૧૦ કાર જીજે ૧૦ બીજી ૨૦૯૧ ના ચાલકને માર મારી કાર અને રોકડ રકમની લૂંટ ચલાવી હોય જે છ પૈકી ત્રણ આરોપીઓ ચોરીના મોટરસાયકલમાં ટંકારા-લતીપર ચોકડી પાસેથી પસાર થવાના હોય તેવી બાતમીને પગલે વોચ ગોઠવી હતી અને આરોપી દિતિયાભાઈ રેમસિંગ પલાસીયા, ગિરધાર રેમસિંગ પલાસીયા અને ભાવસીંગ રેમસિંગ પલાસીયા રહે ત્રણેય મૂળ એમપી હાલ ટોળ તા. ટંકારા વાળાને ઝડપી લેવાયા હતા જયારે અન્ય ત્રણ આરોપી સુનીલ કનીયા ભુરીયા, પીન્ટુ રીન્છું ભૈડા અને સહાદર રહે ત્રણેય એમપી વાળાના નામો ખુલ્યા છે ઝડપાયેલ આરોપીઓ પાસેથી એલસીબી ટીમે રોકડ રકમ રૂ ૭૫૦૦ અને એક મોટરસાયકલ સહીત કુલ રૂ ૧૭,૫૦૦ નો મુદામાલ રીકવર કરાયો છે જેમાં આ લૂંટારું ટોળકી અન્ય ગુનાને અંજામ આપે એ પહેલાં જ પોલીસના હાથે ઝડપાઇ અન્ય ગુનાઓના ભેદ પણ ખુલે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!