મોરબીમાં મમુ દાઢીની હત્યાના બનાવમાં ચાર આરોપીઓની ધરપકડ કરાઈ : સ્વીફ્ટ કારમાંથી પીસ્ટલ મળી આવી
મોરબીમાં ગત તા.૦૯ ના રોજ મોરબીના નામચીન હનીફ કાસમાણી ઉર્ફે મમુ દાઢીને તેર ઈસમોએ ઘેરી અંધાધૂંધ ફાયરિંગ કરી હત્યા નિપજાવી હતી જેમાં મૃતક મમુ દાઢીના પુત્ર મકબુલ કાસમાણી એ નવ ઈસમો સામે નામ જોગ અને ચાર અજાણ્યા સામે ફરિયાદ નોંધાવતા મોરબી એસપી સુબોધ ઓડેદરા, ડીવાયએસપી રાધિકા ભારાઈ, એસઓજી પીઆઇ જે એમ આલ, એલસીબી પીઆઇ વી બી જાડેજા અને એ ડીવીઝન ની જુદી જુદી ટીમોએ આરોપીઓના સગડ મેળવવા તપાસ હાથ ધરી હતી જેમાં હત્યામાં વપરાયેલી સ્વીફ્ટ કાર ન. જીજે ૩૬ એસી ૭૮૬૭ને વાંકાનેર તાલુકાના ખેરવા નજીકથી કબ્જે કરી હતી જેમાં તપાસ કરતા પીસ્ટલ અને એક ખાલી કાર્તિસ મળી આવ્યા હતા આ ઉપરાંત આજે પોલીસે આ હત્યાના ગુનામાં સંડોવાયેલા ઇરફાન યરમામદ બ્લોચ,ઈસ્માઈલ યરમામદ બ્લોચ,એજાજ આમદભાઈ ચાનીયા,રિયાઝ રજાકભાઈ ડોસાણી ની ધરપકદ કરી અન્ય આરોપીઓની ભાળ મેળવવા તેમજ હત્યામાં વપરાયેલા અન્ય હથિયારો કબ્જે કરવા તેમજ વધુ માહિતી માટે તમામ ચારેય આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે જેમાં આ પ્લાન કોના દ્વારા ઘડાયો હતો અને મુખ્ય આરોપીઓ ક્યાં છુપાયા છે વગેરે તપાસ મોરબી એસપી સુબોધ ઓડેદરા અને એલસીબી પીઆઇ વી બી જાડેજાના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી છે તો બીજી બાજુ પાંચમો આરોપી રફીક માન્ડવીયા પણ પોલીસના હાથવેંતમાં હોવાનું આધારભૂત સુત્રોમાંથી જાણવા મળ્યું છે ત્યાંરે પોલીસે હાલ કડી થી કડી જોડવા અને તમામ રહસ્યો પરથી પડદો ઉચકવા રાત દિવસ એક કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.