Wednesday, January 8, 2025
HomeGujaratમોરબી નિખીલ હત્યાકાંડ સાડા પાંચ વર્ષ બાદ પણ તપાસ ઠેરની ઠેર.. શાળાએથી...

મોરબી નિખીલ હત્યાકાંડ સાડા પાંચ વર્ષ બાદ પણ તપાસ ઠેરની ઠેર.. શાળાએથી છૂટી ગુમ થયેલો સામાન્ય પરિવારનો એકનો એક પુત્ર મૃત મળ્યો હતો

ધોરણ-9નો વિદ્યાર્થી સ્કૂલેથી ઘરે જ પરત ન ફર્યો
પોલીસે સીસીટીવી આધારે તપાસ હાથ ધરાઈ હતી પરંતુ બધું જ પોકળ સાબિત થયું :નિખિલ ન્યાય કયારે મળશે એ કહેવું હજુ પણ મુશ્કેલ છે :હત્યારાઓને સજા આપવા નિખિલની આત્માને આવવું પડે તેવો ઘાટ .

- Advertisement -
- Advertisement -

મોરબી: સૌરાષ્ટ્રના પેરીસ તરીકે ઓળખાતા મોરબીમાં રહેતા અને દરજી કામ કરી ગુજરાન ચલાવતા સામાન્ય પરિવારના ૧૪ વર્ષનો એકના એક પુત્ર નિખીલ પરેશભાઈ ધામેચા તપોવન વિદ્યાલય માં અભ્યાસ કરતો હતો અને અભ્યાસ પૂર્ણ થયા પછી શાળાએથી છૂટ્યા બાદ તા.૧૫-૧૨-૨૦૧૫ ના રોજ ભેદી સંજોગોમાં લાપત્તા થઇ ગયો હતો. તેની સાયકલ પણ તેની શાળા નજીકથી રેઢી મળી આવી હતી મોરબી એ ડિવિઝન પોલીસે તાબડતોબ અપહરપણનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો. શાળાના એક વિદ્યાર્થીએ નિખીલને અજાણ્યા યુવક સાથે બાઇકમાં જતો જોયો હોવાનું જણાવ્યું હતું અને સીસીટીવી ફૂટેજમાં પણ નિખીલ જેવો જ બાળક એક એક્ટિવા સ્કૂટર પાછળ બેસીને જતો પોલીસને દેખાયો હતો. જોકે ફૂટેજમાં બન્નેના ચહેરા ઝાંખા દેખાતા હોવાથી બાળક નિખીલ જ હતો કે અન્ય કોઇ તે કહેવું અશક્ય હતું. પોલીસે જુદી જુદી ટિમો બનાવી તપાસ નો ધમધમાટ શરૂ કર્યો હતો મોરબી જીલ્લાના તમામ કાળા એક્ટિવાના માલિકોને બોલાવવામાં આવ્યા હતા અને રાત દિવસ એક કરી તમામ ના પાસો તપાસવામાં આવ્યા હતા પરંતુ એ સમયના એસપી જ્યપાલસિંહ રાઠોડ અને ડીવાયએસપી રાજદીપસિંહ ઝાલા તેમજ પીઆઈ એન કે વ્યાસની ટીમને રાત દિવસની મહેનત બાદ પણ કોઈ સફળતા મળતી ન હતી ત્રણ દિવસ બાદ રામ ઘાટ નજીક કોથળામાં એક મૃતદેહ હોવાની માહિતી પોલીસને મળી હતી જો કે પોલીસને આ માહિતી મળતા જ પોલીસને આ મૃતદેહ નિખિલ નો હોવાની શંકા જતા તપાસ કરતા આ મૃતદેહ માસૂમ નિખિલ નો હોવાનું બહાર આવ્યું હતું.

હત્યા કરાયેલી લાશ મળી આવી
ત્રણ દિવસ પછી રામઘાટ નજીકથી એક કોથળામાંથી લાપત્તા નિખીલની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી જોત જોતામાં પોલીસને આ કેસ ઘૂંટાતો જતો હતો માસૂમ આડેધડ છરીના ૧૧ જેટલા ઘા મારીને નિર્મમતાથી હત્યા કરી દેવામાં આવી હતી માસૂમ નિખિલ કે તેના પરિવારને કોઇ સાથે દુશ્મનાવટ ન હતી તેઓ સામાન્ય જીવન જીવી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા હતા અને ન તો આ ત્રણ દિવસમાં ખંડણી માટે કોઇ ફોન આવ્યા હતા તો બીજી બાજુ પોલીસને પણ કોઇ પુરાવાઓ પણ મળતા ન હતા આ માસુમની હત્યાના ભારે ઘેરા પ્રત્યાઘાતો મોરબી શહેરમાં પડ્યા હતા અને પોલીસે પણ ઉંધા માથે આરોપીઓ સુધી પહોંચવા રાત દિવસ એક કર્યા હતા તો બીજી બાજુ મૃતક નિખિલના પરિવારજનો દ્વારા તેના માસૂમ પુત્રની હત્યામાં જીઆઇડીસી નજીક આવેલા સંસ્કાર ધામ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી પ્રેમ સ્વરૂપ અને સંચાલકોની સંડોવણીના આક્ષેપ કરી આ શકમંદોના નાર્કોટેસ્ટ કરાવવાની માંગણી કરતા ખળભળાટ મચી ગયો હતો. નિખિલ માં પરિવારે આ મામલે ગૃહમંત્રી, મુખ્યમંત્રીને રૂબરૂ અને વડાપ્રધાન મોદીને લેખિત રજૂઆત પણ કરી હતી પરંતુ કાયદાની માયાજાળ મજૂરી વિના નાર્કોટેસ્ટ શક્ય નથી એ માટે પોલીસ અહીંયા પણ તપાસ માટે મર્યાદિત હતી.

મોરબી પોલીસે જુદી જુદી સાત ટિમો બનાવી તપાસ શરૂ કરી હતી
માસૂમનિખિલ ના અપહરણ, હત્યાનું રહસ્ય ઉકેલવા પોલીસની અલગ અલગ સાત ટીમે રાત-દિવસ એક કર્યા પરંતુ કોઇ સફળતા નહીં મળતા અંતે તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપવામાં આવી હતી

પિતાને શાળાએથી ઘરે રવાના થઇ ગયાનો જવાબ મળ્યો
મોરબીના શનાળા રોડ પર ગુજરાત હાઉસીંગ બોર્ડમાં રહેતા અને સુપર માર્કેટ પાસે દરજી કામની દુકાન ધરાવતા પરેશભાઇ ધામેચાનો પુત્ર નિખીલ (ઉ.વ.14) જીઆઇડીસી પાસે તપોવન સ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરતો હતો. બપોરે શાળાએથી છુટીને 12:45 વાગ્યા સુધી ઘરે પહોંચી જતો પુત્ર સમયસર ઘરે નહીં પહોંચતા પિતા પરેશભાઇ શાળાએ જઇને તપાસ કરતા નિખીલ શાળાએથી છૂટીને ઘરે જવા રવાના થઇ ગયાનો જવાબ મળ્યો. પુત્ર ક્યાં ગયો હશે? એ જાણવા નિખીલ સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થિઓનો સંપર્ક કરતા એક વિદ્યાર્થિએ તેને કોઇ યુવક સાથે એક્ટિવા બાઇકમાં સ્કૂલબેગ સાથે જતા જોયો હોવાની માહિતી આપી.

નિખિલ છેલ્લે એક્ટિવા ચાલક સાથે સીસીટીવીમાં કેદ થયો
શોધખોળ દરમિયાન નિખીલની સાયકલ શાળા નજીકથી રેઢી મળી આવતા પરિવારની ચિંતામાં વધારો થયો. અંતે પુત્રના અપહરણ અંગે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવતા ઇન્ચાર્જ પીઆઇ પી.એમ.જાડેજાએ શાળા અને એ રૂટ પર અનેક સ્થળેથી સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવ્યા. એક ફૂટેજમાં નિખીલ કોઇ યુવક સાથે કાળા કલરના એક્ટિવા પાછળ બેસીને જતો હોવાનું સામે આવ્યું. જોકે ફૂટેજની ક્લીયારીટી ઝાંખી હોવાથી સ્કૂટરના નંબર કે ચાલકનો ચહેરો સ્પષ્ટ દેખાતો ન હોવાથી ફૂટેજ ડેવલપ કરવા નિષ્ણાંતની મદદ લેવામાં આવી. નિખીલ સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થિઓ, શિક્ષકો અને પરિવારના સભ્યો, સગા સંબંધીના નિવેદન લેવાયા પરંતુ કોઇ કડી મળતી ન હતી.

આજે માસૂમ નિખિલ ના હત્યારાઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે સામાન્ય રીતે જીવન ગુજરાન ચલાવતો દરજી પરિવાર પોતાના એક ના એક માસૂમ લાડકવાયાની યાદમાં તડપી રહ્યા છે અને તેના માસૂમ નિર્દોષ પુત્રને ન્યાય મળે તેની રાહ જોઈ રહ્યા છે.નિખિલ ધામેચાની હત્યા કોણે નિપજાવી? માસૂમ નિખિલ સાથે કોને અદાવત હતી ? આવા અનેક પ્રશ્નોના જવાબ હજુ પણ નિખિલ હત્યાકાંડ ની ફાઈલ સાથે અકબંધ છે.હવે આગામી સમયમાં નિખિલની આત્મા જ પોતાની હત્યા કરનારાઓ હત્યારાઓ પરથી પડદો ઉઠાવે તો આરોપીઓ ભો ભીતર થાય તેવો ઘાટ હાલ ઘડાઈ ગયો છે.હાલ આ તપાસ સીઆઇડી ક્રાઇમમાં ચાલુ રહી છે ત્યારે હત્યારાઓને સજા આપવા શુ નિખિલની આત્માને જ આવવું પડશે ? એ મોટો સવાલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!