14 મી સપ્ટેમ્બર નું બજેટ પ્રજા માટે હિત લાવે છે કે પછી સભ્યો માટે સ્વાર્થનો ટોપલો એ આગામી સમયજ બતાવશે.
મોરબી પાલિકામાં બજેટ મંજુર કરવા માટે 27મીના રોજ મળેલી સામાન્ય સભામાં કોંગ્રેસના ચૂંટાયેલા 26માંથી 8 જેટલા સભ્ય કોઈના કોઈ કારણસર ગેરહાજર રહ્યા હતા તો હાજર હતા તેમાંથી 4 સભ્યે બજેટ મંજૂર થવા તરફી મતદાન ન કરતા ભાજપના 18 સભ્યોએ બહુમતીના જોરે બજેટ અટકાવી દીધું હતું ત્યારે ફેબ્રુઆરી મહિનામાં સામાન્ય સભા કરી બજેટ મંજુર કરવાનું હોય છે. જોકે કોરોના મહામારીને કારણે 5 મહિના કરતા પણ વધારે સમય થયા બાદ પણ બજેટ પાસ થઈ શક્યું ન હતું ત્યારે માંડ માંડ કરી ને જનરલ બોર્ડ ગઇ તા. 27 ઓગષ્ટના રોજ બોલાવ્યું હતું પરંતુ કોંગ્રેસના રાજમાં કોંગ્રેસના સભ્યો જ જાણે રાજી ન હોય તેમ હાજર રહ્યા ન હતાં જેના કારણે બજેટ નિયમો અનુસાર નામંજૂર થયું હતું બધા કોંગ્રેસના સભ્યો હાજર રહેશે તેવી આશાએ ફરીવાર નગરપાલિકા પ્રમુખ કેતન વિલપરાએ આગામી 14મી સપ્ટેમ્બર ના રોજ સામાન્ય સભા બોલાવી છે.જો કે આ સભામાં સત્તા પક્ષને પોતાના કામ કઢાવવામાં જ રસ હોય અને પ્રજાના કોઈ કામ માં રસ ન હોય તેવો જ ઘાટ સર્જાય છે ત્યારે આ બજેટ મોરબીની પ્રજા માટે કંઈક સારું લઈને આવે છે કે પછી સભ્યોના સ્વાર્થના ટોપલા ઠાલવવા માટે બોલાવવામાં આવે છે એ આગામી સમય બતાવશે .