Friday, January 3, 2025
HomeGujaratમોરબી એસપી દ્વારા અડધી રાત્રે એ ડીવીઝન પોલીસમથકે મિટિંગ બોલાવી : જીલ્લાભરના...

મોરબી એસપી દ્વારા અડધી રાત્રે એ ડીવીઝન પોલીસમથકે મિટિંગ બોલાવી : જીલ્લાભરના અધિકારીઓ હાજર : પોલીસ લાલઘૂમ

મોરબી એસપી દ્વારા અડધી રાત્રે એ ડીવીઝન પોલીસમથકે મિટિંગ બોલાવી : જીલ્લાભરના અધિકારીઓ હાજર : પોલીસ લાલઘૂમ

- Advertisement -
- Advertisement -

એસપી સુબોધ ઓડેદરાએ મોડી રાત્રીના એ ડીવીઝન પોલીસ મથકે જિલ્લાભરના તમામ અધિકારીઓને તાબડતોબ બોલાવ્યા : પોલીસ લાલઘૂમ : મોટી કાર્યવાહીના સંકેત

મોરબીમાં ગઇકાલે રવાપર રોડ પર આવેલા લીલાલેર નજીક રોકડ લઈને જતા યુવાનને બે બાઈક પર આવેલા ઈસમોએ હથિયાર બતાવી લૂંટનો પ્રયાસ કર્યો હતો જો કે આ મામલે યુવકે તેનો સામનો કરી આજુબાજુના લોકોની મદદથી લૂંટારાઓને ભગાડ્યા હતા આ સમગ્ર ઘટના પણ આજુબાજુના લોકોએ કેમેરામાં કેદ થઈ જતા લૂંટારાઓના ચેહરા કેમેરામાં કેદ થઈ ગયા હતા જોત જોતા માં આ લૂંટારાઓ મોરબીના જ જાણીતા હોય જ્યાં સીસીટીવી ન હોય તેવી જગ્યાએથી જે તે જગ્યાએ પહોંચી ગયા હતા ત્યારે બીજી બાજુ એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓના સગડ મેળવવા કવાયત હાથ ધરી હતી જેમાં મોરબી એસપી સુબોધ ઓડેદરા આકરા પાણીએ થઈ ગયા હતા અને જુદી જુદી આઠ ટીમોને આરોપીઓની શોધખોળ માટે જોતરી દેવામાં આવી છે જો કે આ ઘટનાને લઈને એસપી સુબોધ ઓડેદરા, ડીવાયએસપી રાધિકા ભારાઈ, એલસીબી પીઆઇ વી બી જાડેજા,પીઆઇ બી પી સોનારા ,એસઓજી પીઆઇ જે એમ આલ સહિતની ટિમો તેમજ જીલ્લાના અન્ય થાણા અધિકારીઓ સહિતની ટીમોને અડધી રાત્રીના મિટિંગ કરવા બોલાવી આરોપીઓને ભો ભીતરમાંથી શોધી કાઢવા સૂચના આપી છે હાલ આ સમાચાર લખાય છે ત્યારે પણ મોરબી જીલ્લા પોલીસવડાથી લઈને જીલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ વચ્ચે મિટિંગ ચાલુ છે ઉલ્લેખનીય છે કે આ આરોપીઓ કેમેરામાં કેદ થઈ ચૂક્યા છે ત્યારે આ માટે મોરબી એસપી સુબોધ ઓડેદરા ના મો.99784 05975 પર અથવા 02822 243478 પર સંપર્ક કરવા લોકોને પણ અપીલ કરી છે.ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ બેન્ક રોબરી થઈ હતી જેમાં લોકભાગીદારી થી પોલીસે લૂંટારાઓને મુદામાલ સાથે પકડી પાડ્યા હતા જેમાં બાદમાં આ પંજાબી મોટી ગેંગ નીકળી હતી ત્યારે આ વખતે આ લૂંટારાઓ પણ મોરબીના તમામ રસ્તાઓ જાણકાર હોવાની પ્રબળ આશંકા સેવાઇ રહી છે હાલ મોરબીની જનતાએ પોલીસ પર કીચડ ઉછાળવાને બદલે તેને મદદ કરી આરોપીઓ સુધી પહોંચવા મદદ કરવી જોઈએ.હાલ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકે પોલીસવાનોના કાફલા સાથે એસપી ડીવાયએસપી સહિતના અધિકારીઓની ટીમોએ ગંભીર નોંધ લઈ આરોપીઓના સગડ મેળવવા કવાયત હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!