મોરબી:કલા મહાકુંભમાં કાવ્યલેખન સ્પર્ધામાં શ્રી લખધીરગઢ પ્રાથમિક શાળાના શિક્ષિકા વિજેતારમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર આયોજિત જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, મોરબી જિલ્લા કક્ષા કલામહાકુંભ સ્પર્ધા 2024 – 25 અંતર્ગત 5 જાન્યુઆરી 2025 ના રોજ યોજાયેલ કાવ્ય લેખન સ્પર્ધામાં શ્રી લખધીરગઢ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતાં શિક્ષિકા પીપલીયા જીવતીબેન બચુભાઈ પીપલિયાએ કાવ્યલેખન સ્પર્ધામાં દ્વિતીય નંબર પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કરેલ છે. આ તબક્કે આયોજક અધિકારી હિરલબેન વ્યાસે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી છે.