મોરબી મસ મોટી જમીન માટે બે મોટા જૂથ વચ્ચે ખેંચતાણ ! શુ મોરબીમાં પણ રાજકોટ બિલ્ડર લોબી ઝંપલાવશે ?
મોરબી જીલ્લો બન્યા બાદ દિવસે ને દિવસે જમીન મકાનના ભાવો પણ આસમાને પહોંચી જવા માંડ્યા છે ત્યારે મોરબીમાં આવી મંદી ના માહોલમાં પણ સાત આંકડાઓમાં સોદા થયા છે જો કે આ સાથે જ મોરબીનો પણ વિકાસ થાય એ વાત સારી છે પરંતુ મોરબીમાં છેલ્લા કેટલાક સમયથી મોરબીની સોનાની લગડી જેવી જમીન માટે બે બિલ્ડર કંપનીના જૂથો વચ્ચે ખેંચતાણ જોવા મળી રહી છે જેમાં લોક ચર્ચામાં મળેલી માહિતી મુજબ આ મિલકતના માલિક બોમ્બે રહે છે અને સંજોગો વસાત તેઓ પોતાની તમામ મિલકત કોઈ પણ ભાવે કાઢી નાખવા માંગે છે જેમાં બે બિલ્ડર જુથ વચ્ચે કાટે કી ટક્કર જોવા મળી છે ત્યારે આ બિલ્ડર લોબીના બન્ને જૂથ આ મિલકત લેવા કોઈ કસર છોડવા નથી માંગતા ત્યારે જો આ મિલકતોનો સોદો એક જ બિલ્ડર ગ્રુપ કરશે તો આ સોદો મોરબીનો સૌથી મોટો સોદો હશે તેવું કહેવામાં કોઈ શંકાને સ્થાન નથી હાલ આ સોદાને લઈને આ બે બિલ્ડર ગ્રુપમાંથી કોણ બાજી મારે છે તે જોવું રહ્યું ત્યારે આગામી સમયમાં મોરબીવાસીઓ માટે ફરી સૌથી મોટો સોદો જોવાનો સમય આવે તો નવાઈ નહી ત્યારે આ સોદામાં મોરબી ના બિલ્ડર ગ્રુપ સિવાય રાજકોટથી પણ બિલ્ડર લોબી સક્રિય થઈ હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે ત્યારે બીજી બાજુ આ મિલ્કત મોરબનાં બન્ને બિલ્ડર ગ્રુપ સિવાય અન્ય ક્યાંય જાય તેવું પણ ઈચ્છી નથી રહ્યા ત્યારે મોરબીમાં પણ જમીન મકાન મામલે આગામી સમયમાં શુ રાજકોટ માં ભૂતકાળમાં સર્જાયેલા વિવાદ જેવા વિવાદો થશે એ ચર્ચાનો વિષય છે.