Friday, November 22, 2024
HomeGujaratMorbiમોરબીમાં યુવા સામાજીક કાર્યકરે PM નરેન્દ્ર મોદીના જન્મદિવસ ની લોકોને ૧૪૦૦૦ માસ્ક...

મોરબીમાં યુવા સામાજીક કાર્યકરે PM નરેન્દ્ર મોદીના જન્મદિવસ ની લોકોને ૧૪૦૦૦ માસ્ક અને ૫૦૦૦ સેનીટાઇઝર વિતરણ કરી ઉજવણી કરી

શહીદ જવાનોના પરિવારોને સહાય હોય કે પછી લોકડાઉનમાં લોકોને મદદ હરહમેંશા ખડેપગે રહેતા અજય લોરીયા દ્વારા ૧૪૦૦૦ માસ્ક અને સેમિટાઇઝર વિતરણ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ ઉજવ્યો : ગયા વર્ષે ૧૦૧ વિદ્યાર્થીનીઓની શાળામાં ફી ભરી દીકરી બચાવો દીકરી પઢાઓના સૂત્ર સાથે ઉજવણી કરી લોકોમાં જાગૃતતા લાવી હતી.

- Advertisement -
- Advertisement -

મોરબીમાં લોકોની સતત મદદ અને શહીદોના પરિવારોની આર્થિક સહાય માટે સતત ખડેપગે રહી અને લોકો વચ્ચે જઈને સેવા કરવા માટે સતત કાર્યશીલ રહેતાં યુવા આગેવાન સામાજીક કાર્યકર અજય લોરીયા દ્વારા આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૦માં જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી જેમાં મોરબીના સુપરમાર્કેટ ખાતે યુવા આગેવાન અજય લોરીયા દ્વારા સવારથી જ માસ્ક અને સેનીટાઇઝરનું વિતરણ કરવામાં આવી રહ્યું છે

જેમાં અત્યાર સુધીમાં કુલ મળી ૧૪૪૦૦ જેટલા માસ્ક અને 5000 જેટલા સેનિટાઈઝર લોકોને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યા છે સાથે જ લોકોને કોરોનાથી બચવાના ઉપાયો અને સોશ્યલ ડિસ્ટનસ્ટ જાળવવા માટે પણ માર્ગદર્શન એક હાજર ડોકટર દ્વારા આપવામાં આવી રહ્યું છે ઉલ્લેખનીય છે કે મોરબીમાં કોરોના કેસ વધતા જઈ રહ્યા છે ત્યારે અજય લોરીયા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૦ માં જન્મદિવસની લોકોમાં જાગૃતિ લાવી અને સાવચેતી જાળવવાના સંસાધનો સાથે વિતરણ કરી ઉજવણી કરી હતી

ગયા વર્ષે સામાજીક કાર્યકર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર ૧૦૧ વિદ્યાર્થીનીઓની ફી ભરી દીકરી બચાવો દીકરી પઢાઓ ના જાગૃત સૂત્ર સાથે ઉજવણી કરી હતી ત્યારે આ વર્ષે કોરોનાની મહામારી વચ્ચે લોકોમાં જાગૃતતાનો મેસેજ જાય એ માટે માસ્ક અને સેનિટાઈઝર વિના મૂલ્યે વિતરણ કરી ઉજવણી કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!