Tuesday, January 7, 2025
HomeGujaratઅધધ...મોરબીના લાલપર ગામ નજીક આવેલ ગોડાઉન માંથી બે હજાર થી વધુ પેટી...

અધધ…મોરબીના લાલપર ગામ નજીક આવેલ ગોડાઉન માંથી બે હજાર થી વધુ પેટી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી સ્ટેટ મોનીટરીંગ સેલ : કરોડોનો મુદ્દામાલ જપ્ત

મોરબી લાલપર એસ્ટેટ ની અંદર આવેલ શ્રી રામ નામના ગોડાઉન માંથી લાખોની કિંમતનો જુદી જુદી બ્રાન્ડ નો વિદેશી દારૂ ,ટ્રક બોલેરો અને કાર મળી સવા કરોડ થી વધુ નો મુદ્દામાલ હોવાની આશંકા : બે ડ્રાઇવર સાત મજૂર ની અટકાયત : કાર્યવાહી ચાલુ.

- Advertisement -
- Advertisement -

મોરબી માં આજે મોડી સાંજે મોરબી તાલુકાના લાલપર ગામ નજીક આવેલ લલાપર એસ્ટેટ નામના પ્લોટીગ વિસ્તારમાં આવેલ શ્રી રામ લખેલ ગોડાઉન માં લખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો મળ્યો હોવાની ખાનગી બાતમી સ્ટેટ મોનિટરીંગ સેળને મળી હતી જેના ભાગ રૂપે સ્ટેટ મોનિટરીંગ સેલના એસપી નિર્લિપ્ત રાય ની આગેવાનીમાં ડીવાયએસપી કે.ટી. કામરિયા ની સૂચનાથી સ્ટેટ મોનીટરીંગ સેલના પીએસઆઈ એચ.એચ.જાડેજા ની ટીમે શ્રી રામ લખેલા ગોડાઉન ની હકીકત ના આધારે તલાશી લેતા ગોડાઉનમાંથી જુદી જુદી બ્રાન્ડ ની વિદેશી દારૂનો મોટો જથ્થો હોવાનું માલુમ પડ્યું હતું.

જેથી SMC ના સ્ટાફે દરોડો પાડી સ્થળ પર થી આશરે લાખોની કિંમતનો બે હજારથી વધુ પેટી વિદેશી દારૂનો જથ્થો, બે ટ્રક,ત્રણ બોલેરો કાર, એક હોન્ડા સિટી કાર મળી કુલ સવા કરોડ થી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ગોડાઉન માં હાજર 07 શ્રમિકો અને 02 ડ્રાઇવર ને શંકા ના દાયરમાં લઇ ને તપાસ હાથ ધરી અને આ દરોડાની કાર્યવાહી ચાલુ રાખી મુદ્દામાલ ની ગણતરી તેમજ અન્ય કાગળ કાર્યવાહી ચાલુ છે તો બીજી બાજુ સ્થાનિક પોલીસના નાક નીચે આવડો મોટો દારૂનો જથ્થો કોણે મંગાવ્યો હતો ? આ દારૂનો જથ્થો કોને કોને પહોચાડવાનો હતો ? આનો આકા કોણ ?  આવા અનેક સવાલો ઉભા થયા છે જો કે તેનો જવાબ તો આગમી સમય જ આપશે પણ આવા દરોડાની સાથે સાથે સિરામિક નગરી મોરબી હવે ઉદ્યોગ ના આડમાં આવરા તત્વો તેનો દુરુપયોગ કરી તેને બદનામ કરી રહ્યા છે તેવું પણ સાબિત થઈ રહ્યું છે.હાલ સ્થાનિક મોરબી તાલુકા પોલીસે પણ આ બાબતે મંથન કરી આવડો મોટો દારૂ કેમ તેના વિસ્તારમાં ઘુસી ગયો તેનું મંથન કરવું જરૂરી છે . આ દરોડા થી મોરબી જીલ્લા પોલીસ અને બુટલેગરોમાં ચર્ચાનો માહોલ ગરમ થઇ ગયો છે ત્યારે આવતીકાલ સુધીમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા સત્તાવાર માહિતી આપવામાં આવશે તેવુ આધારભૂત સૂત્રોએ જણાવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!