મોરબી જિલ્લો બન્યો એ પહેલાં થી મોરબી માં એક માત્ર નવલખી પોર્ટ આવેલ છે જે દ્વારકા કચ્છ ની ખાડી ને જોડે છે જેમાં દરિયા માંથી અવર જવર પણ કરવામાં આવે છે.આ પોર્ટ મુખ્ય કોલસા માટેનું હબ માનવામાં આવે છે પરંતુ નવલખી પોર્ટ ના વિકાસની સાથે સાથે અનૈતિક તત્વો પણ સક્રિય થયા હતાં અને ગેરકાયદેસર પ્રવૃતિઓ કરવાની શરૂઆત કરી હતી અને ભૂતકાળમાં કાર્યવાહી પણ કરવામાં આવી છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ નવલખી પોર્ટ ચર્ચામાં રહ્યું છે અને આ અનૈતિક પ્રવૃતિઓને માટે મોરબી મીરર ની ટીમ દ્વારા અનેક વખત સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા છે જે ના પ્રસારિત કરવા પણ અનેક વખત યેન કેન પ્રકારે પ્રયાસો થઈ ચૂક્યા છે જેમાં કાયદાના રક્ષકો થી માંડી સ્થાનિક વ્યક્તિઓએ પોતાનું પૂરું જોર લગાવી દીધું છે પણ સરકાર દ્વારા દરિયો એ અત્યંત સંવેદનશીલ જગ્યા માં માનવામાં આવી રહ્યો છે અને આ જ નવલખી દરિયા માં ગેરકાયદેસર બોટ અને ગેરકાનૂની રીતે લોકોની ગતિવિધિ આગામી સમયમાં મોરબી માટે ચિંતામાં વધારો કરે તો નવાઈ નહિ કેમ કે અગાઉ પણ નવલખી પોર્ટ ના વિસ્તારો બોડકી, પાટા વાળા પીર,જુમ્મા વાડી અને ઝિંઝુડા સહિત અન્ય નાના મોટા વિસ્તારોમાં આ ગેરકાનૂની ધંધા ફૂલ્યા ફાલ્યા છે જેનાથી સ્થાનિક પોલીસ પણ અજાણ છે કેમ કે જ્યારે પોલીસ ના હોય ત્યારે જ ગતિવિધિઓ એક્ટિવ થાય છે અને નવલખી થી માળિયા પોલીસ મથક વચ્ચેનું અંતર 40 કિમી જેટલું છે માહિતી મળ્યા બાદ પહોંચે એ પહેલાં જ દરિયા ના માફીયાઓ કળા કરી લે છે જો કે આ બધી જગ્યાઓ કોલસા અને ડીઝલ ચોરી નું મુખ્ય દ્વાર પણ માનવામાં આવે છે જેના માટે ત્યાંના ચોક્કસ લોકો નક્કી કરેલા હોય છે આ માટે મોટા દહિસરા ના હરેશભાઈ નામના આરટીઆઇ એક્ટીવિસ્ટ દ્વારા પણ અવાજ ઉઠાવવામાં આવ્યો હતો અને ઉચ્ચ કક્ષાએ રજૂઆતો પણ કરાઈ હતી પરંતું અકાળે તેનું મોત નીપજતાં હવે નવલખી પોર્ટ પર આવા તત્વો બેફામ બન્યા છે જો કે આ સમયે પણ આરટીઆઇ એકતિવિસ્ટ ને જુદી જુદી રીતે ખોટા ગુના માં અને ખોટા આક્ષેપો સાથે ફીટ કરી દેવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા જે બાદ આરટીઆઇ એકિતવિસ્ટ દ્વારા નવલખી પોર્ટ ની આવી ગતિવિધિઓ સામે હાઇકોર્ટમાં પણ અરજી કરી હતી.જો કે હાલ આ નવલખી પોર્ટના હાલ બેહાલ છે અને ભવિષ્યમાં આ પોર્ટ પર જો લગામ કસવામાં નહિ આવે તો આનાથી મોરબી જિલ્લાને મોટી ભરપાઈ કરવી પડે તો નવાઈ ની વાત નથી.
નવલખી પોર્ટ પર મરીન પોલીસ મથક બાંધવા ની મંજુરી
મોરબીનાં આ નવલખી પોર્ટ પર નવલખી પોર્ટ પર મરીન પોલીસ મથક ને મંજૂરી માટે પણ જે તે સમયે સરકાર માં અરજી કરાઇ હતી પરંતુ આજ દિન સુધી તેનો કોઈ નિકાલ નથી કરવામાં આવ્યો કદાચ પોલીસને આવા માફીયાઓ સામે કોઈ કાર્યવાહી કરવી હોય તો પણ દરિયામાં જવા બોટ તો જોઈએ ને ? એ પણ પોલીસ પાસે નથી તો પોલીસ કરે તો શું કરે ? માંગીને કામગીરી કેટલી થાય એ પણ મોટો સવાલ છે ત્યારે આગામી સમયમાં નવલખી પોર્ટ પર મરીન પોલીસમથક ત્વરિત બને એ જરૂરી છે.
હાલ આ નવલખી પોર્ટ એવી ખાડી છે જે દ્વારકા સલાયા સાંચોર કચ્છ ના કંડલા મુન્દ્રા સહિતના દરિયા કીનારાઓને સીધો સ્પર્શ કરે છે અને એના લીધે જ વર્ષ ૨૦૨૧ માં ઝિંઝૂડા ના દરિયા કાંઠે આવેલ એક મકાન માંથી ATS ટીમે સ્પેશ્યલ ઓપરેશન કરી ૧૧૦૦ કરોડ નું મેફેડ્રોન ડ્રગ્સ પકડી પાડ્યું હતું.જેમાં ઝુબેર નામના ઈસમની મુખ્ય સંડોવણી બહાર આવી હતી ત્યારે મોરબી થી ફકત 50 કિમી ના અંતર માં જ જો કરોડો નું ડ્રગ્સ પકડાઈ જતું હોય તો આટલા દરિયા કિનારા ને ટચ કરતા મોરબી ના નવલખી પોર્ટ ની ગંભીરતા કેટલી હોય એ સમજી શકો છો.
મોરબી નવલખી પોર્ટ ના અનૈતિક પ્રવૃતિઓ વિશે કોઈ પણ કાઈ અવાજ ઉઠાવે તો યેન કેન પ્રકારે તેને રોકવા પ્રયાસો કરવામાં આવે છે જો વહેચાય તો વહેચી અને કિંમત થી ના વહેચાય તો દબાવવા માટે ખોટી રીતે બદનામ કરવાના પ્રયત્નો પણ કરવામાં આવ્યા છે પરંતુ મોરબી મીરર આ અનૈતિક પ્રવૃતિઓ સામે ભૂતકાળ માં પણ અવાજ ઉઠાવ્યા હતા અને આગામી સમયમાં પણ ઉઠાવતું રહેશે ત્યારે આગામી સમયમાં જો કડક કાર્યવાહી કરવામાં નહિ આવે તો આ નવલખી પોર્ટ ની સુરક્ષા સાથે ચેડા કરી ગેરકાયદેસર પ્રવૃતિઓ કરતા ઇસમો ના નામની યાદી,ભૂતકાળ માં તેઓ પર નોંધાયેલ ગુનોઓ અને અન્ય ત્યાં તેની હાજરી ના પુરાવા સાથે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી હાઈ કોર્ટમાં પણ પિટિશન દાખલ કરવા અમદાવાદ ના આરટીઆઇ એકટીવિસ્ટ વિરમાલ ભાઈ ચૌધરી નામના વ્યકિત દ્વારા ચિમકી ઉચ્ચારવા માં આવી છે ત્યારે ભારત ની અન્ય એજન્સીઓએ પણ મોરબી ના નવલખી પોર્ટ ને સંવેદનશીલ ગણી બાજ નજર રાખવી અત્યંત જરૂરી છે.